

પુડીચેરી ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે છે તાજેતરમાં લાયસન્સ વગરના એક ગોડાઉનમાં દરોડા પાડીને 34 શંકાસ્પદ દવાઓના નમુના લેવામાં આવ્યા હતા.પુડીચેરી સરકારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને જાણ કરી કે, અહીં પકડાયેલી નકલી દવાઓ દેશભરમાં વેચાણ કરી દેવામાં આવી છે. જે પછી ગુજરાત સહિત દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને નકલી દવાઓને પાછી ખેંચવામાં આવી રહી છે. પરતું સવાલ એ છે કે, જે લોકોએ આવી નકલી દવાઓનો ઉપયોગ કરી નાંખ્યો તેનું શું?
જે નકલી દવાઓ બજારમાં ઘુસાડવામાં આવી તેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, સ્ત્રી રોગ, અસ્થમા, ચામડી, એલર્જી, શરદી –ઉધરસ જેવી દવાઓ છે.કેમિસ્ટોનું કહેવું છે કે નકલી દવાની સાઇઝ, રંગ બિલકુલ અસલી દવા જેવા હોય છે જે કેમિસ્ટો પણ ઓળખી શકતા નથી.
