fbpx

પ્રાંતિજ શેઠ.પી એન્ડ આર હાઇસ્કુલ ખાતે ખાના ખજાના નો કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ શેઠ.પી એન્ડ આર હાઇસ્કુલ ખાતે ખાના ખજાના નો કાર્યક્રમ યોજાયો
– બાળકો વાલીઓએ એકજ જગ્યાએ ચટાકેદાર  ટેસ્ટી વાગીઓ લાભ લીધો
– એકજ સ્થળે વિવિધ ચટાકેદાર વાનગીઓ જોવા મળી
– ૧૫૦૦ જેટલા વિધાર્થીઓએ લાભ લીધો
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્રારા ખાના ખજાના નો કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બાળકો સહિત વાલીઓએ ચટાકેદાર વાનગીઓનો લાભ લીધી હતો


         પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્રારા ખાનાખજાના કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બાલવાડી થી ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા બાળકોએ તથા વાલીઓ ખાના ખજાના નો લાભ લીધો હતો જેમા એકજ સ્થળે ચટાકેદાર વાનગીઓ જોવા મળી હતી જેમા પફ , સમોસા , વડાપાઉ , કચોર , પાણીપુરી , દાબેલી , વડાપાઉ , દાળ પકવાન સહિત ની વિવિધ વાનગીઓના સ્ટોર્સ બનાવવામા આવ્યા હતા

તો ૧થી ૮ માં અભ્યાસ કરતા ૧૫૦૦ જેટલા બાળકો સહિત તેવોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચટાકેદાર ટેસ્ટી વાગીઓનો નજીવી કિંમતે સ્વાદ માણ્યો હતો તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડયા , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડ્યા , નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિકુંજભાઇ રામી , નગરપાલિકા શિક્ષણ સમિતી ના ચેરમેન પિયુષભાઇ પટેલ , માધ્યમિક વિભાગ ના આચાર્ય હસમુખભાઈ પટેલ  સહિત નગરપાલિકા ના કોર્પોરેટરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો શાળાના આચાર્ય ચંદ્રિકાબેન પટેલ તથા આચાર્ય હિરેનભાઇ શાહ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો સ્ટાફ દ્રારા સહયોગ પુરો પાડવામા આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!