fbpx

રાત્રે સરકારી કચેરી ચાલુ રાખી શકાય? ગોપાલ ઈટાલિયાની માંગ શું શક્ય છે?

Spread the love

રાત્રે સરકારી કચેરી ચાલુ રાખી શકાય? ગોપાલ ઈટાલિયાની માંગ શું શક્ય છે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક નવા પ્રકારનો પત્ર લખ્યો છે. જેમાં કેટલીક સરકારી કચેરીમાં નાઇટ શિફ્ટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં સરકારી કચેરીઓનો સમય સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે. આ સમયગાળામાં સામાન્ય માણસ પોતાની નોકરી, મજૂરી કે ખેતીકામમાં વ્યસ્ત હોય છે. નાનામાં નાના દાખલા કે સરકારી કામ માટે અરજદારે પોતાના કામમાંથી રજા પાડવી પડે છે. જો કામ એક દિવસમાં ન થાય તો વારંવાર રજા લેવી પડે છે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. જો કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ હોય, તો લોકો કામ પતાવીને નિરાંતે પોતાના સરકારી કામ કરી શકે.

error: Content is protected !!