fbpx

જબરા ચોર છે… ગૂગલ મેપ્સથી પસંદ કરતા સ્થળો, ચોરીની કમાણીથી સાંવલિયા સેઠને દાન આપવા જતા

Spread the love

જબરા ચોર છે... ગૂગલ મેપ્સથી પસંદ કરતા સ્થળો, ચોરીની કમાણીથી સાંવલિયા સેઠને દાન આપવા જતા

કોટા ગ્રામીણ પોલીસે એક મોટી આંતરરાજ્ય ઘરફોડ ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 6 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 3 કુખ્યાત ચોર અને ચોરીનો માલ ખરીદનારા 3 સરાફા વેપારીઓનો સમાવેશ થાય છે. પોલીસે ડિસેમ્બર 2025માં ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (CFCL) ગડેપાન ટાઉનશીપમાં થયેલી કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગેંગે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણા સહિત દેશના વિવિધ રાજ્યોમાં કુલ 33 મોટી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે.

પોલીસ પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી દરેક મોટી ચોરી બાદ, આરોપીઓ ચિત્તોડગઢના પ્રખ્યાત સાંવલિયા સેઠ મંદિર જઈને ચોરીની રકમનો એક ભાગ ભગવાનને અર્પણ કરતા હતા. પોલીસ હવે ગેંગના ફરાર સભ્યો અને ચોરાયેલી વસ્તુ ખરીદનારા અન્ય વ્યક્તિઓની શોધ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

Google maps

કોટા ગ્રામીણ SP સુજીત શંકરે જણાવ્યું હતું કે, આ ગેંગ ખૂબ જ ચાલાકીપૂર્વક ઘટનાને અંજામ આપતી હતી. આરોપીઓ ગૂગલ મેપ્સની મદદથી મુખ્ય ઔદ્યોગિક ટાઉનશીપ અને પોશ કોલોનીઓની ઓળખ  કરતા હતા. ત્યારબાદ એવા બંગલાઓ ચિહ્નિત કરવામાં આવતા હતા, જે લાંબા સમય સુધી ખાલી રહેતા હતા. પૂરી રેકી કર્યા બાદ તેઓ રાત્રે તાળા તોડીને રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ જતા હતા.

SPએ જણાવ્યું કે, 14 ડિસેમ્બર, 2025ના રોજ CFCL ગડેપાન ટાઉનશીપમાં રાજકુમાર મિત્તલ અને અશોક કુમાર છિપાના આવાસમાંથી રોકડ અને દાગીના સહિત કરોડો રૂપિયાની ચોરી થઈ હતી. તપાસમાં ફેક્ટરીના કાયમી અને કામચલાઉ કર્મચારીઓ અને રહેવાસીઓનું સંપૂર્ણ વિશ્લેષણ સામેલ હતું. કોલોની અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઘણી વખત શંકાસ્પદ કાર મળી આવી હતી. જો કે, ફૂટેજ સ્પષ્ટ નહોતી, નંબર પ્લેટમાં MP લખેલું હતું.

ત્યારબાદ પોલીસે ખાનપુર ટોલ પ્લાઝા સહિત નજીકના ટોલ પ્લાઝાના CCTV ફૂટેજની તપાસ કરી. 600 કિલોમીટરના દાયરામાં લગાવવામાં આવેલા 1,500થી વધુ CCTV કેમેરાનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું. ટેક્નિકલ પુરાવા અને ફૂટેજના આધારે, શંકાસ્પદ કારની ઓળખ થઈ ગઈ અને પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચવામાં સફળ રહી.

આરોપીઓની શોધમાં કોટા ગ્રામીણ પોલીસની ટીમો મધ્ય પ્રદેશના ટાંડા, ધાર, રાજગઢ, કુક્શી અને ઇન્દોરમાં મોકલવામાં આવી. પોલીસ અધિકારીઓએ લગભગ 15 દિવસ સુધી ફળ-શાકભાજીના વાહન ચાલકો, મિકેનિક અને ઢાબાના કર્મચારીઓ બનીને માહિતી એકત્ર કરવામાં આવી. આ દરમિયાન મુખ્ય આરોપી કરણ ભીલ ઇન્દોરમાં કારથી રેકી કરતો જોવા મળ્યો હતો. તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે સંજય, માનસિંહ, ભરત સિંહ, અન સિંહ અને મહેન્દ્ર સાથે મળીને ઘણા રાજ્યોમાં ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી.

Google maps

પોલીસે ચોરીમાં વપરાયેલી કાર કબજે કરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ભરત સિંહ મંડલોઈએ ઇન્દોરમાં ચોરેલું 136 ગ્રામ સોનું 14 લાખ રૂપિયામાં વેચ્યું હતું. બાકીનું સોનું જોવત (અલીરાજપુર)ના રહેવાસી રાહુલ સોની અને ગરબાડા (દાહોદ)ના રહેવાસી હાર્દિક સોનીને 34 લાખમાં વેચવામાં આવ્યું હતું, જેમાંથી 8 લાખ રૂપિયા પહેલાથી જ ખર્ચ થઈ ચૂક્યા છે. ચોરીની રકમ ખડી અંબાના રહેવાસી અન સિંહ મહેરાએ પણ ચોરાયેલા પૈસાનો ઉપયોગ JCB બુક કરાવવા માટે કર્યો હતો.

પોલીસે અત્યાર સુધી 134 ગ્રામ સોનું (લગભગ 18 લાખ રૂપિયા), 781 ગ્રામ ચાંદીની વસ્તુઓ અને 9 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. અ ઉપરાંત JCB ફર્મના ખાતામાંથી 20 લાખ રૂપિયા પરત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

SP સુજીત શંકરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ આરોપી કરણ ભીલ સામે પહેલાથી જ 31 ગુનાહિત કેસ નોંધાયેલા છે, જ્યારે ભરત મંડલોઈ સામે 23 કેસ નોંધાયેલા છે. આરોપીઓએ બારાં જિલ્લાના અંતામાં સ્થિત NTPC પ્લાન્ટ, મધ્ય પ્રદેશના વિજયપુર-ગુનામાં GAIL ટાઉનશીપ અને ઝાલાવાડમાં થર્મલ પાવર પ્લાન્ટ ટાઉનશીપમાંથી કરોડો રૂપિયાની ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. વિજયપુર-ગુનામાં 8 અને ઝાલાવાડમાં 13 ઘરોના તાળા તૂટેલા હતા.

એડિશનલ SP રામ કલ્યાણ મીણાએ જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ ટીમની સખત મહેનત રહી હતી. ખાસ કરીને, સીમલિયાના SHO નંદ સિંહ, DST ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર મીણા, ASI ભૂપેન્દ્ર, કોન્સ્ટેબલ લખન સહિત ટીમના અન્ય સભ્યોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

error: Content is protected !!