
ભારતીય અમેરિકન ન્યાયાધીશ સંજય ઠાકોરભાઇ ટેલરની ઇલિનોયસ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે અને 30 જાન્યુઆરીએ તેઓ તેમનું પદ સંભાળશે. ટેલર આવું પદ મેળવનારા પ્રથમ એશિયન અમેરિકન છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે સંજય ટેલર મૂળ દક્ષિણ ગુજરાતના વ્યારાના વતની છે.
વ્યારમાં આ સમાચારને કારણે ખુશી ફેલાઇ ગઇ છે અને લોકો કહી રહ્યા છે કે,વ્યારાના દિકરાએ ઇતિહાસ રચી દીધો છે.
ગામના લોકોનું કહેવું છે કે સંજય ટેલરના પિતા ઠાકોરભાઇ એ કોંગ્રેસના દિગ્ગજ નેતા જીણા દરજીના ભાઇ થાય છે અને સંજય ટેલરના દાદા અમેરિકા શિફ્ટ થયા હતા અને સંજયનો જન્મ પણ અમેરિકામાં થયો હતો. હજુ પણ ટેલર પરિવારનું ઘર વ્યારાના રાયકવાડમાં છે.
