
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ તરીકે કહેવાય છે. પરંતુ તેમણે રાજ્યના કલેકટરોની બેઠકમાં કડક સ્વભાવનો પરિચય આપ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીએ બેઠક પહેલા તમામ જિલ્લા કલેકટર્સના ફોન મુકાવી દીધા હતા.
દાદાએ કહ્યું કે, સરકાર પાસે પૈસાની કોઇ કમી નથી, પરંતુ સમય પર લોકોના કામ થતા નથી. તેમણે કલેકટર્સને કહ્યું કે, નાના નાના કામો માટે લોકોને ગાંધીનગર સુધી ધક્કા ન ખવડાવો એ કામો તમારા લેવલ પર પતાવી દો.
તેમણે કહ્યુ કે, એ. સી ચેમ્બરમાંથી બેસીને આદેશો આપવાને બદલે કલેકટર્સ જાતે ગ્રાઉન્ડ લેવલ પર જાય અને લોકોની મુશ્કેલી સમજે.
