
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે એવે બારાબંકાના કોંગ્રેસ સાસંદે જાહેરાત કરી એ પછી સાધુ સંતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. શંકરાયાર્ય સ્વામી અવિમૂક્તેશ્વરાનંદે કહ્યું કે, રાહુલ ગાંધીને અયોધ્યા રામ મંદિરમાં ઘુસવા દેવા ન જોઇએ, કારણકે તેઓ હિંદુ નથી.
લોકસભાની સંસદીય સંમિતીની એક બેઠક 23 જાન્યુઆરીએ અયોધ્યામાં મળી રહી છે અને આ સમિતિમાં રાહુલ ગાંધીનું નામ સામેલ છે. કોંગ્રેસના સાસંદે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, રાહુલ અયોધ્યા આવશે અને રામલલ્લાના દર્શન પણ કરશે.
રાહુલે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કહ્યુ હતું કે, મંદિર અધુરુ હોવાથી પૂજા કરવા નહોતા ગયા હવે જ્યારે મંદિર સંપૂર્ણ બની ગયું છે ત્યારે દર્શન કરવા જવામાં વાંધો નથી.
