fbpx

સિલક્યારા ટનલ, ચારધામ યાત્રાને બનાવશે સરળ; દોઢ કલાકની મુસાફરી ઘટીને 15 મિનિટની થઇ જશે

Spread the love

સિલક્યારા ટનલ, ચારધામ યાત્રાને બનાવશે સરળ; દોઢ કલાકની મુસાફરી ઘટીને 15 મિનિટની થઇ જશે

જેની ખુબ જ ચર્ચા થઇ રહી હતી તે સિલક્યારા-પોલગાંવ ટનલ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટનલની આ છેડાથી લઈને પેલા છેડા સુધીનું કામ પૂરું થઇ ગયું છે. હાલમાં દિવાલ મજબૂતીકરણ, ફેન્સીંગ અને લાઇનિંગનું કામ ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જો બધું આયોજન મુજબ ચાલતું રહ્યું તો ટનલ 2026ના અંત સુધીમાં જાહેર જનતા માટે પુરી રીતે તૈયાર થઈ શકે છે.

Uttarkashi-Silkyara-Tunnel

જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ ટનલની અંદર ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે, હાલમાં સલામતી સંબંધિત બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ટનલનું સિવિલ વર્ક સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારપછી પરીક્ષણ અને તકનીકી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે. એકવાર તે બધા પરીક્ષણો પુરા કરે, પછી ટનલ વાહનો માટે ખુલ્લી મૂકવામાં આવશે.

સિલક્યારા-પોલગાંવ ટનલ ચાલુ થવાથી ગંગોત્રી અને યમુનોત્રી ધામ વચ્ચેનું અંતર લગભગ 26 કિલોમીટર ઘટી જશે. આનાથી ચારધામ યાત્રા તેમજ સ્થાનિક લોકોની અવરજવરમાં નોંધપાત્ર સુવિધા મળશે. હાલમાં, સિલ્ક્યારાથી બારકોટ સુધીની રાડી ટોપ થઈને મુસાફરી કરવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગે છે. એકવાર ટનલ કાર્યરત થઈ જાય, પછી તે જ અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાય છે.

Uttarkashi-Silkyara-Tunnel1

આ ટનલ ચારધામ યાત્રા દરમિયાન થતા ભારે ટ્રાફિક જામ અને હિમવર્ષાને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હાલમાં, રાડી વિસ્તારમાં સાંકડા રસ્તાને કારણે, યાત્રાની સીઝન દરમિયાન ઘણા કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે, જ્યારે શિયાળામાં બરફવર્ષા થવાથી માર્ગ ઘણા દિવસો સુધી બંધ રહેતો હોય છે. ટનલ ચાલુ થવાથી આ સમસ્યાઓમાં ઘણો બધો ઘટાડો થવાની અપેક્ષા છે.

Uttarkashi-Silkyara-Tunnel3
aajtak.in

અહીં તમને બતાવી દઈએ કે, 12 નવેમ્બર, 2023ના રોજ, આ જ ટનલમાં બાંધકામ કાર્ય દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે ભૂસ્ખલનથી 41 કામદારો અંદર ફસાઈ ગયા હતા. લગભગ 17 દિવસ સુધી ચાલેલા પડકારજનક બચાવ કાર્ય પછી, બધા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના પછી બાંધકામ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું.

Uttarkashi-Silkyara-Tunnel5

સિલક્યારા-પોલગાંવ ટનલ પ્રોજેક્ટ 2018માં આશરે રૂ. 1,384 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો હતો. 2024ના મધ્યમાં ટનલની અંદર જમા થયેલ કાટમાળ સાફ થયા પછી, કામ ઝડપી ગતિએ ફરી શરૂ થયું અને હવે તે તેના અંતિમ તબક્કામાં છે. ટનલ પૂર્ણ થવાથી ઉત્તરકાશી અને આસપાસના પર્વતીય વિસ્તારોના વિકાસને નવી ગતિ મળવાની અપેક્ષા છે.

error: Content is protected !!