fbpx

આમંત્રણ રદ થતા ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ, બોલ્યા- ‘પ્રશંસા ન કરવી દેશદ્રોહ બની ગયો છે’

Spread the love

આમંત્રણ રદ થતા ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ, બોલ્યા- ‘પ્રશંસા ન કરવી દેશદ્રોહ બની ગયો છે’

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. એક અખબારમાં લખેલા પોતાના લેખમાં અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું કે, ‘મુંબઈ યુનિવર્સિટી દ્વારા તેમનું આમંત્રણ રદ કારવું એ તેમની નૈતિક પ્રામાણિકતા અને હિંમત છે. પ્રશંસા ન કરવી હવે દેશદ્રોહ બની ગયો છે. આ એ દેશ નથી રહ્યો, જેમાં હું મોટો થયો અને મને પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું હતું. 2 મિનિટની નફરત હવે 24 કલાકની નફરત બની ગઈ છે.’

પોતાના લેખની શરૂઆત કરતા શાહે કહ્યું કે, ‘છેલ્લા 40થી વધુ વર્ષોમાં, મારા કામ સાથે જોડાયેલા કેટલાક સૌથી આનંદદાયક અને શીખવનારા અનુભવો વિદ્યાર્થીઓ સાથે જ રહ્યા છે, વિવિધ સંસ્થાઓમાં અને અહીં સુધી કે વ્યક્તિગત સ્તરે પણ. મેં તેમની પ્રગતિમાં સામેલ થવાનો પ્રયાસ કર્યો છે.’

Naseeruddin Shah

‘વર્ષોથી મોટાભાગે અનિચ્છા ધરાવતા વિદ્યાર્થીઓના વર્ગને સમજાવવાનો પ્રયાસ કરવાથી મારી સ્વાભાવિક ધીરજનો અભાવ થોડો ઓછો કરવામાં આવ્યો છે. બની શકે મેં આ રસ્તામાં ઘણી ભૂલો કરી હશે, પરંતુ હું કોઈ શંકા વિના કહી શકું છું કે મેં અભિનયના કોઈ પણ શિક્ષક કરતા વધુ વિદ્યાર્થીઓ સાથે કામ કરીને શીખ્યું છે.’

તેઓ આગળ લખે છે કે, ‘મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગે 1 ફેબ્રુઆરીના રોજ ‘જશ્ન-એ-ઉર્દૂ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ તેના માટે ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે તેમને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળવા જઇ રહી હતી. પરંતુ 31 જાન્યુઆરીની રાત્રે, કોઈ નક્કર સમજૂતી વિના, તેમને કહેવામાં આવ્યું કે તેમણે હવે આવવાની જરૂર નથી. આ માટે કોઈ માન્ય કારણ આપવામાં આવ્યું નથી, ન તો ઢંગથી માફી માંગવામાં આવી. ત્યારબાદ યુનિવર્સિટીએ કાર્યક્રમમાં જાહેરાત કરી કે તેમણે સ્વેચ્છાએ હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો, જે પૂરી રીતે ખોટું છે.’

Naseeruddin Shah

નસીરુદ્દીન શાહે આગળ લખ્યું કે, ‘મુંબઈ યુનિવર્સિટીના લોકોમાં આ સત્ય કહેવાની હિંમત નહોતી કે, તેમને એટલા માટે હટાવવામાં આવ્યા, કારણ કે તેઓ ખૂલીને દેશ વિરુદ્ધ બોલે છે. તેમણે કહ્યું કે, ‘જો કોઈ આવું માને છે, તો તેમણે દેશ વિરુદ્ધ શું કહ્યું તેનો પુરાવો આપવો જોઈએ.’

પીઢ ફિલ્મ અભિનેતાએ પોતાના લેખમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે ક્યારેય પોતાને ‘વિશ્વગુરુ’ કહેનારાઓની પ્રશંસા કરી નથી. મેં ઘણીવાર સત્તાધારી સરકારના ઘણા કાર્યોની ખૂલીને ટીકા કરી છે અને આગળ પણ કરતો રહીશ. મેં ઘણીવાર આપણા દેશમાં નાગરિક ભાવના અને અન્ય લોકો પ્રત્યે સન્માનના અભાવ પર દુઃખ વ્યક્ત કર્યું છે.’

Naseeruddin Shah

તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યારે પાઠ્યપુસ્તકની સામગ્રીમાં ફેરફાર થઈ રહ્યો હોય, વિજ્ઞાન સાથે છેડછાડ થઈ રહી હોય અને મુખ્યમંત્રી ખુલ્લેઆમ કોઈ સમુદાયને ‘મિયા’ કહીને નિશાન બનાવે ત્યારે ચૂપ રહેવું કેવી રીતે યોગ્ય હોય શકે છે.

પોતાના લેખના અંતે, નસીરુદ્દીન શાહે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ‘આ નફરત ક્યાં સુધી ચાલશે?’ સાથે જ એમ પણ લખે છે કે, ‘આ હવે તે દેશ નથી રહ્યો, જેમાં હું મોટો થયો અને મને પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું હતું. 2 મિનિટની નફરત, હવે 24 કલાકની નફરતમાં બદલાઈ ગઈ છે. શું આ પરિસ્થિતિની તુલના જ્યોર્જ ઓરવેલના 1984 સાથે કરવી વધુ સચોટ રહેશે, જેમાં ‘મહાન નેતા’ની પ્રશંસા ન કરવી, દેશદ્રોહ માનવામાં આવે છે?’

error: Content is protected !!