fbpx

ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

Spread the love

ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

આપણું ગુજરાત રાજ્ય ખેતી અને ખેડૂત કલ્યાણના ક્ષેત્રે દેશમાં અગ્રેસર બની રહ્યું છે. ખાસ કરીને કઠોળ પાકોમાં રાજ્યે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. છેલ્લા છ વર્ષમાં (2019/20થી 2024-25) કઠોળનું ઉત્પાદન લગભગ બમણું થઈને 10.58 લાખ મેટ્રિક ટનથી વધીને 21.52 લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું છે. આ સાથે વાવેતર વિસ્તાર પણ 9 લાખ હેક્ટરથી વધીને 14.39 લાખ હેક્ટર થયો છે જ્યારે ઉત્પાદકતા 1,173 કિ.ગ્રા/હે.થી વધીને 1,495 કિ.ગ્રા/હે. થઈ છે.

ચણા ગુજરાતનો સૌથી મહત્વનો કઠોળ પાક છે જે રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં 70%થી વધુ હિસ્સો ધરાવે છે. 2019/20માં ચણાનું ઉત્પાદન 6.36 લાખ મેટ્રિક ટન હતું જે 2024/25માં અઢી ગણું વધીને 15.63 લાખ મેટ્રિક ટન થયું છે. 2021/22થી 2023/24ના સરેરાશ આંકડા અનુસાર ચણાનું ઉત્પાદન 1,795 કિ.ગ્રા પ્રતિ હેક્ટર રહ્યું છે જે દેશમાં પ્રથમ ક્રમે છે. 2023/24માં તો આ આંકડો 1,714 કિ.ગ્રા/હે. સુધી પહોંચ્યો છે.

02

તુવેરમાં પણ ગુજરાત અગ્રેસર છે. આ સમયગાળામાં તુવેરનું સરેરાસ ઉત્પાદન 1,199 કિ.ગ્રા/હે રહ્યું છે જે રાષ્ટ્રીય સ્તરે ટોચનું છે. ખરીફ પાક તરીકે તુવેરનું ઉત્પાદન પણ 45% જેટલું વધ્યું છે.

આ પ્રગતિના પાયામાં સરકારની નીતિઓ પણ છે જેમ કે MSPમાં સતત વધારો, આધુનિક બિયારણ, સિંચાઈ સુવિધા અને ખેડૂતોને મળતું માર્ગદર્શન. આનાથી ખેડૂતોની આવક વધી છે અને દેશમાં કઠોળ આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી રહી છે. ગુજરાતના ખેડૂતોની મહેનતથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ સફળતા દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે.

error: Content is protected !!