fbpx

રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

Spread the love

રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

ભારત સરકારે  રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)ના PI ચંદના સિંહાને મોટું સન્માન આપ્યું છે.જૂન 2024માં ચંદનાને ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ની કમાન સોંપવામાં આવી હતી અને તેમણે 3 વર્ષમાં 1500 બાળકોને અંધકારમય ભવિષ્યથી બચાવ્યા હતા. તેમની આ  અસાધારણ સેવા માટે ભારત સરકારે તેમને 9 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હીમાં રેલવેના સર્વોચ્ચ સન્માન, ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર’થી સન્માનિત કર્યા છે.

ચંદના સિંહાની ટીમે બિહારથી પંજાબ અને હરિયાણા સુધીના તસ્કરીના રૂટોપર વોચ રાખીને વર્ષ 2024માં 494 બાળકોને બચાવ્યા, જેમાં 41 બાળકોનો બાળ મજૂરી માટે લઈ જવામાં આવી રહ્યા હતા.

ચંદનાએ એક આખુ નેટવર્ક ગોઠવ્યું છે જેને આધારે તેમને માહિતી મળે છે અને એ રીતે બાળકોનો દુરપયોગ થતો અટકાવે છે. એટલું જ નહીં ચંદના બાળકોનું કલાકો સુધી કાઉન્સેલીંગ પણ કરે છે.

error: Content is protected !!