fbpx

પોતાના જ લગ્નનું કાર્ડ જોઈને હેરાન થયા નેતાજી, બોલ્યા- ‘કોઈએ આવવાનું નથી…’

Spread the love

પોતાના જ લગ્નનું કાર્ડ જોઈને હેરાન થયા નેતાજી, બોલ્યા- ‘કોઈએ આવવાનું નથી...’

ઈન્દોરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સદાશિવ યાદવ હાલમાં એક અજીબ સમસ્યામાં ફસાઈ ગયા છે. તેમના નામે લગ્નનો એક નકલી ડિજિટલ કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાર્ડમાં લગ્નની તારીખ 24 ફેબ્રુઆરી, 2026 લખવામાં આવી છે, જ્યારે સદાશિવ યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે, તો તેમના કોઈ લગ્ન છે અને ન તો તેમણે આવું કાર્ડ બનાવડાવ્યું છે.

આજ તકના અહેવાલ મુજબ, વાયરલ થઈ રહેલા આ નકલી કાર્ડ સાથે એક શંકાસ્પદ લિંક મોકલવામાં આવી રહી છે. એવી શંકા છે કે આ લિંક કોઈ મોટા સાયબર છેતરપિંડીનો ભાગ હોઈ શકે છે. કોંગ્રેસના નેતા સદાશિવ યાદવને આ બાબતની જાણ થતા જ તેમણે તરત જ તેને નકલી ગણાવને લોકોને સતર્ક કર્યા.

Sadashiv Yadav

સદાશિવ યાદવે કહ્યું કે, ‘શક્ય છે કે તેમનો મોબાઇલ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય, જેના દ્વારા આ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમણે પોતાના બધા મિત્રો, સંબંધીઓ અને પરિચિતોને અપીલ કરી છે કે, ‘તેઓ આ લગ્ન આમંત્રણ અથવા તેનાથી સંબંધિત કોઈપણ લિંક ન ખોલે.’

“>https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fsadashiv.yadav.18%2Fposts%2Fpfbid02GGrveyYwpHHjwD5W1LbZuxyQvwivRtZcHiiJnZn5Ck7C9mvV2v3qs4snnJSPmvSCl&show_text=true&width=500

એડિશનલ DCP રાજેશ દંડોતિયાએ જણાવ્યું હતું કે, ‘અજાણ્યા નંબરો પરથી ઘણા નકલી કાર્ડ ઓનલાઈન મોકલવામાં આવી રહ્યા છે. જેવા જ લોકો લગ્નનો કાર્ડ ડાઉનલોડ કરે છે, તેમના મોબાઈલ ફોન હેક થઈ જાય છે, જેના કારણે છેતરપિંડી થઈ જાય છે. આ સંદર્ભમાં, ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો લગ્ન કાર્ડ ડિજિટલ રીતે આવે છે, તો તેને ડાઉનલોડ ન કરવું.

Sadashiv Yadav

આ સમગ્ર મામલાને લઈને સદાશિવ યાદવે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને સાયબર સેલ હવે તપાસ કરી રહ્યા છે કે આ નકલી કાર્ડ કોણે બનાવ્યું અને તેની પાછળનો હેતુ શું હતો. તપાસ ચાલી રહી છે.

error: Content is protected !!