fbpx

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો… કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

Spread the love

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સીના એક અહેવાલમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ, 2025માં ભારતનો સ્કોર સુધર્યો છે. ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભારત હવે વૈશ્વિક સ્તરે 91મા ક્રમે છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સી અનુસાર, ડેનમાર્ક એકમાત્ર એવો દેશ છે જ્યાં ભ્રષ્ટાચારના કેસ સૌથી ઓછા છે. દક્ષિણ સુદાન અને સોમાલિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશો છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ વિશ્વના 180 દેશોને લઈને આ અહેવાલ જાહેર કર્યો છે.

ભ્રષ્ટાચારને લઈને જાહેર કરાયેલા અહેવાલમાં માત્ર 7 દેશોનો સ્કોર 80થી વધુ છે. યુરોપિયન દેશોમાં ભ્રષ્ટાચારનો પગ પેસારો વધ્યો છે. બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોના સ્કોરમાં ઘટાડો જોવા મળ્યો છે. માત્ર જર્મનીમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રિટન ટોપ-20 દેશોમાંથી બહાર છે.

Corruption In India

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરી રહ્યા હોવા છતા અમેરિકાના સ્કોરમાં પણ ઘટાડો થયો છ. 2024માં ભ્રષ્ટાચારના સંદર્ભમાં અમેરિકા વૈશ્વિક સ્તરે 28મા ક્રમે હતું, જે હવે 29મા ક્રમે પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતા ચીનમાં ભ્રષ્ટાચારના કેસ ઘટ્યા નથી. ચીનનો સ્કોર પહેલાની જેમ 43 પર જ રહ્યો છે. ભ્રષ્ટાચારના સંદર્ભમાં ચીન 76મા ક્રમે છે.

ભારતમાં ભ્રષ્ટાચારના કેસ ઘટ્યા

2023માં, ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભારત 93મા ક્રમે હતું. 2024માં, તેમાં એક પોઈન્ટનો ઘટાડો થયો. ભારત હવે 91મા ક્રમે છે. ભારતનો સ્કોર 39 છે. કુલ મળીને છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચારના કેસોમાં ભારતનો ક્રમ સુધર્યો છે. જોકે, આ સુધારો કેમ અને કેવી રીતે થયો તેની વિગતો આપવામાં આવી નથી.આટલું જ નહીં, ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં ભારત હજુ પણ વિશ્વના અન્ય દેશો કરતા ખૂબ પાછળ છે. કરપ્શન ઇંડેક્શમાં 39નો સ્કોર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

Corruption In India

કયા આધારે સર્વે કરવામાં આવે છે?

આ સર્વે મુખ્યત્વે 4 પરિબળો પર આધારિત છે. તેમાં લોકશાહી સંસ્થાઓને  મળતુંરાજકીય દાન, સંસ્થાઓની સ્થિતિ, પહોંચ માટે રોકડ ચૂકવણી અને પત્રકારોને રાજ્ય દ્વારા નિશાન બનાવવાનું મુખ્ય રૂપથી સામેલ છે. અહેવાલ જાહેર કરતા ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ લખ્યું કે, ‘મુખ્ય શક્તિઓ વચ્ચેની હરીફાઈ અને આંતરરાષ્ટ્રીય ધોરણોની ખતરનાક અવગણનાને કારણે વૈશ્વિક વ્યવસ્થા દબાણ હેઠળ છે. સશસ્ત્ર સંઘર્ષ અને આબોહવા કટોકટીની ઘાતક અસર થઈ રહી છે. સમાજ પણ વધુ ધ્રુવીકરણ થતા જઇ રહ્યા છે.’

ગ્લોબલ ટ્રાન્સપરન્સી અનુસાર, આ પડકારોનો સામનો કરવા માટે, વિશ્વને સિદ્ધાંતવાદી નેતાઓ અને મજબૂત, સ્વતંત્ર સંસ્થાઓની જરૂર છે જે જાહેર હિતનું રક્ષણ કરવા માટે ઈમાનદારીથી કાર્ય કરે છે.

error: Content is protected !!