fbpx

અમેરિકા ટ્રેડ ડીલ પર નવી ફેક્ટશીટ જાહેર, યાદીમાંથી આ વસ્તુ દૂર કરાઇ

Spread the love

અમેરિકા ટ્રેડ ડીલ પર નવી ફેક્ટશીટ જાહેર, યાદીમાંથી આ વસ્તુ દૂર કરાઇ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ, અમેરિકાના વ્હાઇટ હાઉસે એક નવી ફેક્ટશીટ જાહેર કરી છે. આ ફેક્ટશીટમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં બે ફેરફારો ભારત માટે મોટી રાહત છે. અમેરિકાએ દાળો અને 500 અબજ ડોલરની ફરજિયાત ખરીદીના મુદ્દાઓને તેમાંથી હટાવી લીધા છે. અમેરિકાએ યાદીમાંથી અમેરિકા સમાન ખરીદવા માટેની શરતને પ્રતિબદ્ધતા (Committed) શબ્દને હટાવીને ‘ઇરાદા’માં કરી દેવામાં આવ્યો છે. હવે, ભારત 500 અબજ ડોલરનો વેપાર કરવા અમેરિકા સાથે બંધાયેલ નથી.

India-US-Trade-Deal2

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ, અમેરિકાએ એક નવી, અપડેટેડ ફેક્ટશીટ જાહેર કરી છે. આ ફેક્ટશીટમાં જણાવાયું છે કે ભારત તમામ અમેરિકા ઔદ્યોગિક વસ્તુઓ અને અમેરિકા ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ રેન્જ પર ટેરિફ ઘટાડશે અથવા દૂર કરશે. તેમાં ‘ફરજિયાત’ શબ્દને બદલે હવે ‘ઇરાદા’ શબ્દ કરી દેવામાં આવ્યો છે. ઉર્જા, IT, કૃષિ, કોલસો અને 500 અબજ ડોલરથી વધુ મૂલ્યના અન્ય ઉત્પાદનો સહિત અમેરિકન ઉત્પાદનો ખરીદવા માટેની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 500 અબજ ડોલરના મૂલ્યનો સામાન ખરીડવો જરૂરી નથી.

India-US-Trade-Deal

ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલમાં સુધારા બાદ, ‘કૃષિ’ શબ્દને ઉત્પાદન શ્રેણીઓની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે. આને ટેરિફ કાપની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. હવે અમેરિકન ઔદ્યોગિક અને ખાદ્ય વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડ, સૂકા ડિસ્ટિલર્સ, લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, કેટલાક દાળ અને સોયાબીન તેલ જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અથવા સમાપ્ત કરશે.

error: Content is protected !!