fbpx

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

Spread the love

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ ગોટી ઓછામાં ઓછા 2 વર્ષ જેલમાંથી બહાર આવી શકે તેમ નથી.

પોતાના જ ભાગીદારને  ફસાવવા ભાગીદારની કારમાં જ ડ્રગ્સ મુકીને ફરાર થઇ ગયેલો ચિરાગ ગોટી નેપાળ ફરાર થઇ ગયો હતો. પરંતુ  મંગળવારે તેણે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ ગુરુવારે ચિરાગ ગોટીની સામે જીગ્નેશ વ્યાસ નામના વ્યકિતએ ફરિયાદ નોંધાવતા ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગનો ભોગ બનેલા અન્ય ચાર પાંચ લોકો પણ ફરિયાદ કરવા માટે આગળ આવી શકે છે.

પોલીસના સૂત્રોએ કહ્યું કે, ચિરાગની સામે ગુજસીટોક લગાવવાની પણ તૈયારી ચાલી રહી છે. જો ગુજસીટોક લાગશે તો ઓછામાં ઓછો 2 વર્ષ જેલની બહાર ન આવી શકે.

error: Content is protected !!