fbpx

નસબંધી 2200 કૂતરાઓની કરી, પણ કાગળ પર 33000 બતાવી લાંચિયાઓ કરોડો ચાઉં કરી ગયા

Spread the love

નસબંધી 2200 કૂતરાઓની કરી, પણ કાગળ પર 33000 બતાવી લાંચિયાઓ કરોડો ચાઉં કરી ગયા

મધ્ય પ્રદેશની રતલામ નગર પાલિકામાં કોંગ્રેસના એક કોર્પોરેટરે લોકાયુક્તને ફરિયાદ કરી હતી કે, પાલિકામાં નસબંધીને નામે કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જ્યારે લોકાયુક્તે તપાસ કરી તો 2022થી 2025 સુધી એટલે 4 વર્ષમાં મોટી ગરબડ થઇ હોવાનું સામે આવ્યું છે.

લોકાયુક્તનું કહેવું છે કે પાલિકાના અધિકારીઓ અને ચૂકવણીની રકમ મેળવાનરી કંપનીના મેળાપીપાણામાં મોટું કૌભાંડ થયું છે.

રતલામ નગર પાલિકામાં કુલ 33630 કુતરાઓની નસબંધી કરાઇ હોવાનો કાગળ પર દાવો કર્યો અને એ પેટે 2 કરોડ 29 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા.

જ્યારે નગર પાલિકાએ સર્વે કરાવ્યો તો રતલામમાં માત્ર 2200 કુતરા જ નસબંધી વાળા મળ્યા. ત્યારે સવાલ એ ઉભો થાય છે તો પછી 31000 કુતરા જેમની નસબંધી થઇ છે તે ક્યાં ગયા?

error: Content is protected !!