
દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન, ભારત મંડપમમાં 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી એમ 5 દિવસ સુધી AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન થઇ રહ્યું છે અને તેમાં 100થી વધારે દેશોના 35000 ડેલિગેટસ આવવાના છે.
ગૂગલના CEO સુંદર પિચાઇ, ઓપન AIના સેમ ઓલ્ટમેન સહિત મોટા મોટા દિગ્ગજો દિલ્હીમાં આવવાના છે. આવા મોટા લોકો માટે ગાર્ડન લકઝરી સ્યુઇટ બુક થતો હોય છે જેનું ભાડું સામાન્ય દિવસોમાં એક રાત્રીના 2 લાખ હોય છે, પરંતુ આ ઇવેન્ટને કારણે ટેક્સ સાથે રૂમનું ભાડું 32 લાખ રૂપિયા થઇ ગયું છે. એ સિવાયની લકઝરી હોટલોમાં પણ 6થી 7 લાખ રૂપિયા રૂમનું ભાડું થઇ ગયું છે.
