
AI ઇમ્પેક્ટ સમિટ 2026માં, ભારતનું સર્વમ AI લાઈમલાઇટ મેળવી છે. આ એક બેંગલુરુના સ્ટાર્ટઅપનું ઇનોવેશન છે, જેણે ગૂગલના CEO સુંદર પિચાઈને પણ પ્રભાવિત કર્યા છે. સર્વમ AIનો ઉલ્લેખ કરતા તેમણે કર્યું કે કેવી રીતે ભારતીય કંપનીઓએ સ્થાનિક AI મોડેલો વિકસાવવાનું શરૂ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ સ્પષ્ટપણે સૂચવે છે કે અદ્યતન નવીનતા સ્થાનિક સ્તરે મૂળ પકડી રહી છે.

સર્વમ AI શું છે?
સર્વમ AIએ સોમવારે એક મોડેલનું અનાવરણ કર્યું, જેની બાબતે તેમનું કહેવું છે કે તે ભારતની વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિક સંદર્ભને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કારણે તે ChatGPT અને ક્લાઉડ જેવા AI જાયન્ટ્સને ટક્કર આપતું દેખાઈ રહ્યું છે.
અંગ્રેજી ઉપરાંત, સર્વમ AI ચેટબોટ 22 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તે Gemini 3 Pro, ઓપસ 4.5 અને GPT-5.2 જેવા ટોચના AI મોડેલો કરતા ભારતીય ભાષાઓ માટે વધુ સારી ચોકસાઈનો દાવો કરે છે. ‘AI ફોર ઓલ ફ્રોમ ઈન્ડિયા’ ટેગલાઇન સાથે, સર્વમનો દાવો છે કે, તે એક એવું ભવિષ્ય બનાવી રહ્યું છે, જ્યાં ભારતમાં દરેક માટે AI સુલભ હશે.

સ્ટાર્ટઅપની વેબસાઇટ પર લખ્યું છે કે, ‘અમે ઇચ્છીએ છીએ કે ભારત આપણા સમયના સૌથી મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ પરિવર્તનોને આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારે. અમારું લક્ષ્ય છે- મૂળભૂત ઘટકો બનાવવાનું અને તેમને દેશની જરૂરિયાતો અનુસાર લાગૂ કરે. એટલે અમે એક ફૂલ-સ્ટેક AI પ્લેટફોર્મ બનાવ્યું છે, જેને પૂરી રીતે ભારતમાં બનાવવામાં આવ્યું અને આ અહીથી ચાલશે.’ સર્વમ AIની સ્થાપના ઓગસ્ટ 2023માં વિવેક રાઘવન અને પ્રત્યુષ કુમારે કરી હતી.
