fbpx

ઝાંસીમાં ગ્રામજનોએ રોડની નબળી ગુણવત્તાવાળા કામને બતાવવા માટે હાથથી ડામરને ઉખાડીને બતાવ્યો!

Spread the love

ઝાંસીમાં ગ્રામજનોએ રોડની નબળી ગુણવત્તાવાળા કામને બતાવવા માટે હાથથી ડામરને ઉખાડીને બતાવ્યો!

રસ્તાને બનાવવામાં આવ્યો હતો વિકાસને વેગ આપવા માટે, પરંતુ ઝાંસીમાં, હવે તે ખુદ સવાલોમાં ઘેરાઈને તપાસ હેઠળ આવી ગયો છે. ગ્રામજનોએ ફક્ત તેને હાથ જ લગાવ્યો તો રસ્તાનો ડામર ઉખડી જવા લાગ્યો. આનો એક વીડિયો સામે આવ્યો છે. ગ્રામજનોએ સીધી CM યોગીને અપીલ કરી છે. આ સમગ્ર ઘટનાએ રસ્તાના બાંધકામની ગુણવત્તા પર ઘણા બધા સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનો કહે છે કે, તેમને આનો વીડિયો બનાવ્યો તે માટે ધમકી આપવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં, ખરાબ રસ્તાના સમારકામના કામથી ગ્રામજનો ગુસ્સે થયા હતા. જ્યારે તેઓએ પોતાના હાથથી ડામરને જોર લગાવ્યું તો રસ્તાનો ડામર ઉખડવા લાગ્યો હતો. તેમણે સરકાર પર નબળી ગુણવત્તાવાળા કામ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ગ્રામજનો બનાવેલા રોડની ગુણવત્તા દર્શાવવા માટે પોતાના હાથથી રસ્તા પર લાગેલા ડામરને ઉખેડતાં નજરે પડે છે.

Jhansi-Road-Crumbling1

આ આખી ઘટના ઝાંસીના ગરૌઠા તાલુકામાં બરમાઇન અને કકરબઈ ગામો વચ્ચે ચાલી રહેલા રસ્તાના સમારકામના કામની છે. અહીં લાખોના ખર્ચે અહીં આશરે 6 કિલોમીટર લાંબા રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગામલોકોને ખબર પડી કે, રસ્તા પર નબળી ગુણવત્તાનું સમારકામ થઈ રહ્યું છે, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા. વિરોધ દર્શાવતા, તેઓએ પોતાના હાથે રસ્તા પરના ડામરને ઉખેડી બતાવ્યો.

ગ્રામજનોનો દાવો છે કે, આ રસ્તો બરમાઈનથી કકરબઈ સુધીનો બનાવવામાં આવી રહ્યો છે. વપરાયેલી સામગ્રી ગુણવત્તાયુક્ત નથી. રસ્તો માટી અને ગાયના છાણ પર નાખવામાં આવી રહ્યો છે, કોઈ સફાઈ કરવામાં આવી નથી, અને ન તો કોઈ સામગ્રી યોગ્ય રીતે લગાવવામાં આવી રહી. અમને કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા સાથે કોઈ દુશ્મનાવટ નથી, અમારી નારાજગી કામની નબળી ગુણવત્તાને કારણે છે. અમારા ગામનો રસ્તો યોગ્ય રીતે બનાવવો જોઈએ.

Jhansi-Road-Crumbling3

અન્ય ગ્રામજનોએ કહ્યું, ‘અમે બરમાઈનના રહેવાસી છીએ. અમારો તાલુકા ગરૌઠા છે. અમે તે વીડિયોના માધ્યમથી CM યોગીને કામનું નિરીક્ષણ કરવા વિનંતી કરીએ છીએ કે તેઓ જાતે આ પરિસ્થિતિને જુએ. આ રસ્તો લગભગ 6 કિલોમીટર લાંબો બનાવવામાં આવી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે અમારો રસ્તો યોગ્ય રીતે બને. જ્યારે અમે રસ્તાની આ સ્થિતિનો વીડિયો અપલોડ કર્યો, ત્યારે અમને રાત્રે ઉપાડી જવાની ધમકીઓ મળી. ધમકી આપનાર વ્યક્તિ અહીં કામ કરી રહ્યો છે.’

વાયરલ વીડિયો અંગે ગરૌઠાના SDM સુનિલ કુમારે જણાવ્યું હતું કે, ‘આ રસ્તો જાહેર બાંધકામ વિભાગ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. અમે પણ આ વીડિયો જોયો છે. આની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. જો તપાસમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો દંડ ફટકારવામાં આવશે અને જો વિભાગીય બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.’

error: Content is protected !!