fbpx

UPમાં અનોખા લગ્ન! જર્મનીથી આવેલા વરરાજાએ ભારતીય રીતરિવાજ મુજબ ખુશી સાથે લગ્ન કર્યા

Spread the love

UPમાં અનોખા લગ્ન! જર્મનીથી આવેલા વરરાજાએ ભારતીય રીતરિવાજ મુજબ ખુશી સાથે લગ્ન કર્યા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક અનોખા આંતરરાષ્ટ્રીય લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. શિકોહાબાદ શહેરમાં સાત સમુદ્ર પાર કરીને એક જર્મન વરરાજાએ હિન્દુ રીતરિવાજ મુજબ સ્થાનિક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા. સેંકડો લોકો આ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. જર્મન નિવાસી ગુસ્તાવે ખુશી સાથે ભારતીય પરંપરાઓ અનુસાર સાત ફેરા લઈને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી. લગ્નમાં આવેલા વિદેશી મહેમાનોએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના ખુબ વખાણ કર્યા હતા.

Firozabad-Unique-Weeding1

કન્યાની કાકી, જ્યોતિએ બતાવ્યું કે તેની ભત્રીજી જયપુરમાં એક જર્મન કંપનીમાં કામ કરે છે. આ સમય દરમિયાન ગુસ્તાવ જયપુરમાં એક કંપનીની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ પહેલી વાર મળ્યા હતા. તેમની મિત્રતા આગળ વધી અને આ સંબંધ આખરે લગ્નમાં પરિણમ્યો. લગ્ન સમારોહમાં, વરરાજા, ગુસ્તાવે ભારતીય પોશાક, શેરવાની અને પાઘડી પહેરી હતી.

Firozabad-Unique-Weeding2

અહીં તમને બતાવી દઈએ કે, તેણે પોતાના હાથ પર તેની પત્નીના નામની મહેંદી પણ લગાવી હતી. જ્યારે કન્યા ખુશી, લાલ ડ્રેસમાં અદભુત દેખાતી હતી. લગ્નની બધી વિધિઓ ભારતીય રીતરિવાજ મુજબ કરવામાં આવી હતી. વરરાજા ગુસ્તાવે બતાવ્યું કે, તે 2023માં ભારતમાં રાજસ્થાન, દિલ્હી અને આગ્રાની મુલાકાત કરી હતી.

Firozabad-Unique-Weeding4

જયપુરની એક હોટલમાં રોકાણ દરમિયાન તે ખુશીને મળ્યો, જે પૂલમાં સ્વિમિંગ શીખી રહી હતી. ત્યાં જ બંને વચ્ચે વાતચીતની શરૂઆત થઈ. લગ્નમાં હાજર રહેલા વિદેશી મહેમાનોએ ઉત્સાહપૂર્વક વરમાળા, સાત ફેરા અને વિદાઈ જેવી ધાર્મિક વિધિઓ જોઈ અને તેમાં ભાગ લીધો. ભાષાને લઈને કોઈ અડચણ ન આવે તે માટે ચાર અનુવાદકોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Firozabad-Unique-Weeding5

વિદેશી મહેમાનોએ ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરી અને તેને એક યાદગાર અનુભવ ગણાવ્યો. ગુસ્તાવે કહ્યું કે ભારત વિવિધતાનો દેશ છે. લોકોના વર્તનમાં ભિન્નતા હોય છે, પરંતુ મોટાભાગના લોકોએ તેમનું અને તેમના પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે શિકોહાબાદને ખૂબ જ સુંદર શહેર ગણાવ્યું અને તેની આતિથ્યની પ્રશંસા કરી.

સ્થાનિક લોકોએ પણ લગ્નમાં હાજરી આપી અને નવદંપતીને આશીર્વાદ આપ્યા. ગુસ્તાવ અને ખુશીએ એકબીજાના હાથ પકડીને નવા જીવનની શરૂઆત કરી, આ આંતરરાષ્ટ્રીય લગ્ન જિલ્લાનું એક મુખ્ય આકર્ષણ છે.

error: Content is protected !!