fbpx

મિલ્કતનો માલિકી હક સેલ ડીડ દ્વારા સ્થાપિત થાય છે, દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો

Spread the love

મિલ્કતની માલિકીને લઇને દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, મિલ્કતનવો માલિકી હક્ક માત્ર સેલ ડીડ દ્વારા જ સ્થાપિત થઇ શકે છે. અનરજિસ્ટર્ડ વેચાણ, જનરલ પાવર ઓફ એર્ટની કે રસીદ દ્વારા માલિકી સાબિત નથી થતી.

દિલ્હીમાં અમરિશ ભાટીયા અને દિનેશ ભાટીયા નામના બે ભાઇઓએ 1981માં  શહદરા વિસ્તારમાં 1 વિઘા અને 2 બિશ્વા જમીન સંયુક્ત રીતે ખરીદી હતી. એ પછી અમરિશ ભાટીયાએ જમીનની સેલ ડીડ બનાવેલી અને દિનેશ ભાટીયાએ અનરજિસ્ટર્ડ વેચાણ, જનરલ પાવર ઓફ એર્ટની કે રસીદ દ્વારા જમીનની માલીકી રાખી હતી. દિનેશ અને અમરીશ બંનેના અવસાન થયા અને દિનેશ ભાટીયાના વારસદરો જમીનમાં હક માટે કોર્ટે પહોંચ્યા હતા, પરંતુ હાઇકોર્ટે અમરિશ ભાટીયાના વારસદારોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

error: Content is protected !!