fbpx

પ્રાંતિજ ના બોરિયા (સી) ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

Spread the love

પ્રાંતિજ ના બોરિયા (સી) ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોરિયા (સી) ગામ ખાતે નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.


બોરિયા (સી) ગામમાં ગ્રામ પંચાયતના નવા ભવન માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. ૨૬ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી ગ્રામજનોને સુવિધાયુક્ત પંચાયત ભવન મળી રહે તે હેતુથી નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે.

આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બનુસિંહ, બોરિયા ગામના સરપંચ , તલાટી મંત્રી પૃથ્વીસિંહ સહિત પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણથી ગ્રામજનોને પંચાયત સંબંધિત કામગીરી માટે વધુ સારી અને સુવિધાયુક્ત વ્યવસ્થા ઉપલબ્ધ થશે ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે ભવનનું નિર્માણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!