fbpx

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન આપવા માટે અધિકારીઓને સુચના કેમ આપવી પડે?

Spread the love

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન આપવા માટે અધિકારીઓને સુચના કેમ આપવી પડે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની અને જિલ્લાના પ્રવાસ દરમિયાન માન સન્માન ન જળવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ એક પરિપત્ર જાહેર કર્યો છે. સૂચનાઓનો ભંગ કરનાર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મંત્રીઓને તેમના જિલ્લા પ્રવાસના કાર્યક્રમ દરમિયાન ગરિમા પૂર્વક આવકાર આપવો, તેમની રજૂઆતોને તાત્કાલિક સાંભળવી, વિવેકપૂર્ણ વહેવાર કરવો અને સરકારી કાર્યક્રમોમાં તેમને આમંત્રણ આપવા.

સવાલ એ છે કે ગુજરાતમાં માલિક કોણ અને સેવક કોણ એ જ ખબર નથી પડતી. સરકારે આવો પરિપત્ર બીજા વખત જાહેર કર્યો છે.

જો કે જે જન પ્રતિનિધીઓ પ્રજાની વચ્ચે જતા નથી એવા લોકોને જ અધિકારીઓ ગાંઠતા નથી.

error: Content is protected !!