
રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં 3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા. પરંતુ તેમાં માત્ર 38 પર જ બુલડોઝર ફર્યા છે. થોડા સમય પહેલા વિપક્ષે રાજકોટ મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં પુછ્યુ હતું કે, જે ગેરકાયદે બાંધકામો થાય છે તેની પાછળ જવાબદાર કોણ? આર્કિટેક્ટની જવાબદારી શું? અને કેટલા આર્કિટેક્ટ સામે પગલા લેવાયા?
રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર તુષાર સુમરાએ જવાબ આપ્યો કે બાંધકામ કરનાર અને તેમણે રાખેલા આર્કિટેકટ જવાબદાર ગણાય છે. રાજકોટ મહાનગર પાલિકાને 20 આર્કિટેક્ટની સામે ફરિયાદ મળી હતી, તેમાંથી માત્ર એક જ આર્કિટેક્ટનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. બાકીના 19ને માત્ર શો-કોઝ નોટી આપીને સંતોષ માની લેવામાં આવ્યો છે.
