fbpx

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને…

Spread the love

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બેઠક દરમિયાન સમાજના ઉત્થાન અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ચિંતન બેઠકમાં રાજકીય ચર્ચાઓને બાજુ પર રાખીને માત્ર સામાજિક હિત અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.  સાથે જ સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને લઇને તેમણે જોરદાર પ્રહાર કર્યા હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કુંવરજી બાવળિયાએ આ બેઠકને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતાને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે.’

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો મનસ્વી અને ગેરબંધારણીય રીતે પોતાની જાતને પ્રમુખ જાહેર કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે સમાજની એકતા ખંડિત કરનારા અને ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવી આવા સ્વાર્થી તત્વોથી સમાજને સાવચેત કરવાનો અને ભ્રમણાઓ દૂર કરવાનો હતો. સમાજનું હિત સંગઠનમાં છે, પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાને પ્રમુખ ગણાવી ભ્રમણા ફેલાવે છે. કોળી સમાજે આવા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે.’

kunvarji bavalia

બાવળિયાએ વધુમાં કહ્યું કે, સમાજનું આગામી દિવસોમાં ભવિષ્ય સમાજના દીકરા-દીકરીઓનું અથવા તો શિક્ષણ ક્ષેત્ર જે છે એને આગળ કઇ રીતે મદદરૂપ થઇ શકાય એ પણ આજે અહીંયા બધાની વચ્ચે મુદ્દા મુકાયા. આજે અમે અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા થોડાક સિલેક્ટેડ લોકોને ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાનો સાથે મળ્યા. અમે સમાજના લોકોને આ શિક્ષણ ભવન અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજને કઇ રીતે વિશેષ આગળ લઇ જઇ શકાય એની ચિંતન કરવા માટે અમે મળ્યા હતા. તેમણે કહ્યું કે, બેઠકમાં કોઇ બીજી ર્તાજાકીય વાત નહોતી પણ સમાજની ચિંતા કરવા માટે અને સામાજિક રીતે કઇ જે થોડા નાના મોટા દ્વિધા ઉભા કર્યા છે એ દ્વિધામાંથી મુક્ત કરવા માટે અથવા તો ચોખવટ કરવા માટેના ભાગરૂપે આજે અમે મળ્યા હતા

સંગઠનના બંધારણની જોગવાઇ મુજબ, જે કંઇ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઇ તથ્ય નથી. અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે એ સ્થિતિમાં કામ કરશે. પરંતુ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા.’

તેમણે કહ્યું કે, શ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગ હું સંભાળું છું એમાં ત્રણેક દિવસ અગાઉ જે અહીંયા મજૂરો અને ઇન્ડસ્ટ્રીઝની સાથેના એક નાનું ઘર્ષણ થયું હતું એ ઘર્ષણના અનુસંધાને અમારા અધિકારીઓની પણ આજે સવારે મેં મીટિંગ રાખી હતી અને આગામી દિવસમાં મજૂર અને ઉદ્યોગો સાથે કઇ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઝને પણ ક્યાંય એમાં અડચણ ઉભી ન થાય એ રીતેનું કઇ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મીટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે.

abhishek

આગામી દિવસોમાં પણ દક્ષિણમાં જે ઉદ્યોગો આજે દિન પ્રતિદિન નવા ઉદ્યોગો આવી રહ્યા છે એને અમે અમારા વિભાગના માધ્યમથી નવી સ્કીલ તરીકે યુવાનોને તૈયાર કરીને ઉદ્યોગોને પણ મદદરૂપ થઇ શકાય અને એની સામે જે કંઇ મજૂરો છે શ્રમિકો છે શ્રમિકોને પણ કઇ રીતે આપણે મદદરૂપ થઇ શકાય રાજ્ય સરકારની જોગવાઇઓ મુજબ એનું પણ આજે અમે વિચાર વિમર્શ કર્યો અને પરામર્શ કર્યો અને અધિકારીઓને પણ એ બાબતે સચેત કર્યા.

કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ પાંચેય રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ચંદ્રવદનભાઇ, સાંસદ ઉમેદભાઇ, ઉમેશભાઇ અને લગભગ બારેક જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું હતું. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઉભી કરવા માટેના કોઇ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે.

kunvarji bavalia

બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું તેના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું. સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ અને એ જમીનનું પ્રકરણ પૂરું થાય એટલે એક સમસ્ત કોળી સમાજનું એક ગાંધીનગર ખાતે એક શિક્ષણનું ભવન, શિક્ષણનું ધામ બને એ માટેની પણ બધાએ સાથે મળીને આજે એ ચિંતન કર્યું અને આગામી દિવસમાં પૂરા ગુજરાતની અંદર એ આ બધા નાના મોટા સંગઠનોને સાથે જોડીને સામાજિક રીતે આ શિક્ષણ તરફ આ સમાજને કઇ રીતે લઇ શકાય દોરી શકાય.

error: Content is protected !!