fbpx

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Spread the love

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ 4 અને 5 માર્ચે કોલકાતા અને મુંબઈમાં યોજાવાની છે.

પહેલી સેમિફાઇનલ 4 માર્ચે ઇડન ગાર્ડન્સ ખાતે એડન માર્કરામની આગેવાની હેઠળ દક્ષિણ આફ્રિકા અને મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે.

Umpires-T20 World Cup Semi Finals

સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું ત્યારે પણ ઇલિંગવર્થ ઓન-ફિલ્ડ અમ્પાયર હતા. નીતિન મેનન અને રોડ ટકરને ત્રીજા અને ચોથા અમ્પાયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ મેચ રેફરી તરીકે કામ કરશે.

જ્યારે આ મેચ ન્યૂઝીલેન્ડ માટે ખાસ રહેશે. કિવીઓએ T20 વર્લ્ડ કપમાં ક્યારેય દક્ષિણ આફ્રિકાને હરાવ્યું નથી. આ સિઝનમાં પણ તેમને ગ્રુપ સ્ટેજમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, માર્કરામની ટીમ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. તેમણે ભારતને પણ હરાવ્યું, જેનાથી સેમિફાઇનલનો માર્ગ થોડા સમય માટે બદલાઈ ગયો હતો.

Umpires-T20 World Cup Semi Finals

બીજી સેમિફાઇનલ 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારત હેરી બ્રુકના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડનો સામનો કરશે. ક્રિસ ગેફની અને અલ્લાહુદ્દીન પાલેકર આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે.

ગેફની વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલી છેલ્લી ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પણ ઓન-ફિલ્ડ અમ્પાયર હતા. પાલેકર આ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની બે મેચ અને ભારત-નેધરલેન્ડ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. એડ્રિયન હોલ્ડસ્ટોક થર્ડ અમ્પાયર, પોલ રીફેલ ચોથા અમ્પાયર અને એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરીની જવાબદારી સંભળાશે.

Umpires-T20 World Cup Semi Finals

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ સતત ત્રીજી T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ છે. 2022માં, ઈંગ્લેન્ડે એડિલેડમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે 2024ની સીઝનમાં, ભારતે જ્યોર્જટાઉનમાં 63 રનની જીત સાથે તેમની સાથે હિસાબ બરાબર કર્યો હતો. હવે, બંને ટીમો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ફરી એકવાર મુંબઈમાં આમને-સામને થશે.

error: Content is protected !!