
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાની છેલ્લાં 15 દિવસમાં બીજી વખત મુલાકાત થઇ જેને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
તાજેતરમાં વિધાનસભામાં રાદડીયા અને ઇટાલિયા એકબીજાને ભેટ્યા હતા અને બીજી વખત સુરતમાં પુણા-વલથાણ રોડ પર એક ફાર્મ હાઉસમાં આયોજિતએક સમૂહલગ્નમાં ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડીયાએ લાંબી ગુફતેગુ કરી.
જો કે કેટલાંક આને રાજકીય સૌજન્ય તરીકે જોઇ રહ્યા છે તો કેટલાંકનું કહેવું છે કે એક સમાજમાંથી આવતા હોવાથી કાર્યક્રમમાં સ્વાભાવિક મળ્યા હતા. જો કે કેટલાંક આને પોલિટિકલ એંગલ આપી રહ્યા છે કે, ગોપાલને ભાજપમાં ખેંચવા માટે વારંવાર મુલાકાત તો નથી થઇ રહીને. રાદડીયા તો ભાજપ છોડીને જાય તેવી કોઇ શક્યતા નથી.
