fbpx

કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Spread the love

કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાયબ

keshav-prasad2

મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. જાણકારી અનુસાર, કેશવ પ્રસાદ મૌર્ય આજે હેલિકોપ્ટર દ્વારા લૉ માર્ટ્સથી કૌશાંબી જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી જેના કારણે નાયબ મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવવું પડયું હતું. બધા મુસાફરો સુરક્ષિત છે. કેશવ પ્રસાદ મૌર્યના કાર્યાલય તરફથી મળેલી માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં અચાનક ધુમાડો ભરાઈ ગયો, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવવું પડ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉડાણ દરમિયાન હેલિકોપ્ટર અચાનક ધુમાડાથી ભરાઈ ગયું હતું. ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માહિતી મળતા જ પાયલટે તરત જ હેલિકોપ્ટરને લખનૌ તરફ વાળી દીધું અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય તમામ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં તરીકે લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ નથી.

keshav-prasad1

નાયબ મુખ્યમંત્રી કૌશામ્બી જઈ રહ્યા હતા

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે સવારે લખનૌથી કૌશામ્બી જઈ રહ્યા હતા. તેઓ સવારે 11:30 વાગ્યે કૌશામ્બી પહોંચવાના હતા, પરંતુ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેમને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. કૌશામ્બીમાં થનારા આગામી કાર્યક્રમોની વાત કરીએ તો, કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બીમાં શીતલા દેવી ગેસ્ટ હાઉસ પાસે યોજાઈ રહેલા સરસ મહોત્સવના ઉદ્ઘાટનમાં હાજરી આપવાના હતા. આ ઉપરાંત તેઓ પક્ષના અધિકારીઓ સાથે પણ સંવાદ કરવાના હતા. કેશવ પ્રસાદ મૌર્યના અન્ય કાર્યક્રમોમાં વિભાગીય અધિકારીઓ સાથે બેઠક અને વિવિધ પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ પણ શામેલ હતું.

error: Content is protected !!