
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનો મટાડી નહીં શકાય, માત્ર નિયંત્રણ કરી શકાય છે. જો કે, ચીની વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ થેરાપી દ્વારા ટાઇપ-2 ડાયાબિટીસ મટાડવાનો દાવો કર્યો છે. તેને લઇ તેમણે એક સંશોધન કર્યું છે. આ સંશોધન ભવિષ્યમાં ડાયાબિટીસની સારવાર કરવાની રીત બદલી શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ આ થેરેપીથી 59 વર્ષીય ટાઇપ-2 દર્દીને મટાડવાનો દાવો કર્યો છે. ચીનની શાંઘાઈ શાંગઝેંગ હોસ્પિટલ અને પેકિંગ યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટેમ સેલનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ પેન્ક્રિયાટિક સેલ્સ (કૃત્રિમ સ્વાદુપિંડના કોષો) બનાવ્યા છે, જેનાથી ડાયાબિટીસની સારવાર થઇ છે.
વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ-આધારિત ટેક્નોલોજી વિકસાવી છે, જેથી સ્વસ્થ પેનક્રિએટિરઆઇલેટ સેલ્સ બનાવી શકે છે. આ સેલ્સ જ શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોની જેમ જ કાર્ય કરે છે. આ કોષો દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે અને તેનાથી સુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જોકે આ થેરેપી હાલમાં ડાયાબિટીસની સારવારના પ્રારંભિક તબક્કામાં છે, મોટા પાયે ટ્રાયલ બાદ જ તેને ડાયાબિટીસની સારવાર માટે પરફેક્ટ માનવામાં આવશે.

સ્ટેમ સેલ થેરાપી કેવી રીતે કાર્ય કરે છે?
સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેમ સેલ થેરાપી શરીરમાં નવા સેલ્સ બનાવે છે. આ સેલ્સને દર્દીમાં લોહી દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ કોષો સામાન્ય રીતે પેટની આસપાસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે આ લોહીના બ્લડ સપ્લાઇ સાથે જોડાઈને ઇન્સ્યૂલિન બનતું રહેશે તો ડાયાબિટિશ હંમેશાં કંટ્રોલ રહેશે. તેનાથી આ દર્દીની બાહ્ય ઇન્સ્યૂલિન ઇન્જેક્શન અથવા દવાઓ પરની નિર્ભરતા ઘટાડે છે.
શું આ ઉપચાર બધા ડાયાબિટીસના દર્દીઓ માટે કામ કરે છે?
દિલ્હીની GTB હોસ્પિટલના મેડિસિન વિભાગના ડૉ. અજીત કુમાર જણાવે છે કે આ પ્રકારની થેરેપી દરેક દર્દી પર આવું કાર્ય કરે એ જરૂરી નથી. એવું એટલા માટે કારણ કે એ જરૂરી નથી કે દરેક વ્યક્તિનું શરીર નવા કોષોને સ્વીકારી લે. જો શરીર તેને સ્વીકારતું નથી, તો આ થેરેપીની ખાસ અસર રહેતી નથી.

આ થેરેપી હાલમાં શરૂઆતી તબક્કામાં છે અને સામાન્ય દર્દીઓ માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે તમારા સારી ડાઇટ, એક્સરસાઇઝ અને ડૉક્ટરની સલાહ મુજબ ખાનપાન કરવું જરૂરી છે. સ્ટેમ સેલ ઉપચાર હાલમાં પ્રારંભિક પરીક્ષણોમાં છે. જો તે મોટા પાયે સફળ થાય તો જ તેને અસરકારક માનવામાં આવશે.
