fbpx

પ્રાંતિજ ખાતે બની રહેલ ૧૪ કરોડ ના રોડ ને લઈ ને લોકોને હાલાકીઓ

Spread the love

પ્રાંતિજ ખાતે બની રહેલ ૧૪ કરોડ ના રોડ ને લઈ ને લોકોને હાલાકીઓ
– દુકાન,  શોપિંગ , ધર આગળ ખોદકામ કરેલ રોડ ક્યારે બનશે
– જવાબદાર તંત્ર ની એકબીજા ને ખોઓ
– અલગ-અલગ જગ્યાએ ખોદકામ કરતા નગરજનો વાહન ચાલકો મા નારાજગી
– છેલ્લા ચાર મહિનાથી ખોદકામ ગ્રાહકો ખાડાઓ જોઈને ભાગે છે
– રોડ ઉપર આવેલ મકાન માલિકો પરેશાન
– રોડ નુ કામ તાત્કાલિક શરૂ નહી કરવામા આવે તો મુખ્ય મંત્રી સુધી રજુઆત ની વકીલો ની ચીમકી
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી ના રોડ નુ કામ મનથર ગતીએ ચાલતુ હોય અને છેલ્લા ચાર મહિનાથી ખોદકામ કરેલ રોડ ના બનતા વેપારીઓ રહીશો ,વકીલો પરેશાન જવાબદાર તંત્ર ની એકબીજા ને ખોઓ


   

પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી બની રહેલ ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે બની રહેલ નવીન રોડ નુ કામ મનથર ગતીએ ચાલતા અને છેલ્લા ચાર મહિના અગાઉ ખોદકામ બાદ પણ રોડ ના બનતા રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ વેપારીઓ મકાન માલિકો તથા વકીલો પરેશાની નો સામનો કરી રહ્યા છે અને ખોદકામ ને લઈ ને લોકો ને ધર મા જવુ પણ મુકેલ બન્યુ છે તો વેપારીઓ તથા વકીલો ને પણ કોઇ ગ્રાહકો દુકાન મા ના આવતા ધંધારોજગાર ઉપર મોટી અસર જોવા મલી છે

તો ગોપીનાથ સોસાયટી , સ્વામિનારાયણ સોસાયટી , માતૃછાયા સોસાયટી આગળ પણ છેલ્લા એક મહિના થી ખોદકામ બાદ પણ ધીમી ગતિએ કામ થતા રોડ ઉપર ખાડાઓ ને લઈ ને દવાખાનાઓ તથા શોપિંગો મા કોઇ ગ્રાહકો ના આવતા વેપારીઓ નો ગુસ્સો પણ સાતમા આસમાને છે તો એક બાજુ રોડ કામ ને લઈ ને વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહીછે અને ડમ્પરો સહિત મોટા વાહનો ઉપર પ્રતિબંધ હોવાછતાંય હપ્તા રાજ ને લઈ ને રેતી-કંપચી ભરેલ ડમ્પરો રાત્ર-દિવસ બેરોકટોક રોડ ઉપર થી બિદાસ્ત અવરજવર કરે છે તો ડમ્પરો ને લઈ ને અવરનવર ટ્રાફિક જામ થઈ જાય છે તો રોડ કોન્ટ્રાક્ટર દ્રારા આડેધડ ખોદકામ કરતા અને જયા જોવો ત્યા ખાડાઓ કરતા હાલતો વાહન ચાલકો સહિત રોડ ઉપર આવેલ શોપિંગો અને વેપારીઓ તથા મકાન માલિકો પરેશાનીઓ ભોગવી રહ્યા છે અને વેપારીઓ રહીશો રજુઆત કરતા જવાબદાર તંત્ર દ્રારા એકબીજા ને ખોઓ આપે છે ત્યારે રહીશો જાયતો કર્યા જાય ત્યારે વકીલો દ્રારા જો રોડ નુ કામ તાત્કાલિક હાથધરવામા નહી આવેતો મુખ્યમંત્રી સુધી રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!