fbpx

પ્રાંતિજ ખાતે નગરપાલિકાનો સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ શરૂ

Spread the love

પ્રાંતિજ ખાતે નગરપાલિકાનો સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ શરૂ
– ધારાસભ્ય દ્રારા સ્વદેશી મેળાને ખુલ્લો મુક્યો
– ખાતમુહૂર્ત તથા લોકાપણ કાર્યક્રમ યોજાયા
     

   
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામા આવ્યુ તો ખાતમુહૂર્ત સહિત લોકાપણ કાર્યક્રમ યોજાયા


 પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું ટાઉનહોલ પાસે આયોજન કરવામા આવ્યુ આ મેળામાં  સ્થાનિક હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો  ખાણી-પીણી સહિત -૨૦ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે તો પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા પાલિકા સ્વદેશી મેળા ને ખુલ્લો મુક્યો હતો આગામી દસ દિવસ ચાલનારા આ સ્વદેશી મેળોનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો તો શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકા ના વિવિધ વિકાસ લક્ષી કામોના ૯૬૮.૪૬ લાખ ના ખાતમુહૂર્ત તથા ૪૬૨.૮૮ લાખ ના લોકાપણ કાર્યક્રમ યોજાયો

તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ , ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ રાઠોડ , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા , તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પટેલ  ,  નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિકુંજભાઇ રામી , નગરપાલિકા કોર્પોરેટર મહેશભાઇ મકવાણા , વિપુલભાઈ ભોઇ , પિયુષભાઇ પટેલ , દર્શિલભાઇ દેસાઇ , ગીતાબેન પટેલ , રસિદભાઇ સુમરા , પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , જયોતિકા બેન સોલંકી સહિત નગરપાલિકા  સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!