fbpx

સ્પેશિયલ 26 જેવો મામલો: નકલી આવકવેરા વિભાગના દરોડા, સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થયા આરોપી

Spread the love

સ્પેશિયલ 26 જેવો મામલો: નકલી આવકવેરા વિભાગના દરોડા, સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થયા આરોપી

મધ્ય પ્રદેશના ધારમાં શુક્રવારે સવારે એક સનસનાટીભર્યો ગુનો સામે આવ્યો, જ્યાં બદમાશોએ કોન્ટ્રાક્ટરના નિવાસસ્થાને નકલી ઇનકમ ટેક્સનો દરોડો પાડીને ફિલ્મ ‘સ્પેશિયલ 26’ના અંદાજમાં લાખોની લૂંટને અંજામ આપ્યો. આરોપીઓએ પોતાને ઇનકમ ટેક્સ અધિકારીઓ ગણાવીને ઘરમાં ઘૂસ્યા અને તપાસના બહાને લગભગ 50 તોલા સોનું, 4 લાખ રૂપિયા રોકડા અને કેટલાક મોબાઇલ ફોન લઈને ફરાર થઈ ગયા.

આ ઘટના બાગ ક્ષેત્રના બ્રાહ્મણ મોહલ્લા વિસ્તારની હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, MPEB કોન્ટ્રાક્ટર રાજકુમાર માલવિયાના ઘરે સવારે 9:40 વાગ્યાની આસપાસ બદમાશો નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયોમાં સવાર થઈને પહોંચ્યા હતા. બે આરોપીઓ ખાખી વર્દીમાં હતા, જ્યારે અન્ય 3 સાદા કપડાંમાં હતા. તેમણે દરવાજો ખખડાવ્યો, પોતાને ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓ ગણાવ્યા અને બ્લેક મની અંગેની ફરિયાદનો ઉલ્લેખ કરીને ઘરની તપાસ કરવાની વાત કહી.

Fake Income Tax Officers Raid

પીડિત કૃષ્ણ માલવિયાના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ઘરમાં પ્રવેશતા જ તરત જ કબાટ અને અન્ય જગ્યાઓની તપાસ શરૂ કરી દીધી. તેમણે કબાટની ચાવીઓ જપ્ત કરી અને સમગ્ર નિવાસસ્થાનના વિવિધ રૂમોની તપાસ શરૂ કરી. આ દરમિયાન, બદમાશોએ પરિવારના સભ્યોને એક રૂમમાં બેસાડીને તેમના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધા હતા.

લગભગ 15 મિનિટ સુધી ઘરની તપાસ કર્યા બાદ, આરોપીઓએ કબાટમાંથી લગભગ 50 તોલા સોનાના દાગીના, 4 લાખ રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન કબજે કર્યા અને પછી ઝડપથી ત્યાંથી ફરાર થઈ ગયા. ઘટના બાદ પરિવારને શંકા ગઈ અને તેમને ખ્યાલ આવ્યો કે આ લોકો સાચા સરકારી અધિકારીઓ નહોતા.

ઘટનાની માહિતી મળતા જ મધ્ય પ્રદેશ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને તપાસ શરૂ કરી દીધી. પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દીધી છે, અને હાલમાં CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને ઓળખવા અને પકડવામાં મદદ કરવા માટે એક સાયબર ટીમની મદદ લેવામાં આવી રહી છે.

Fake Income Tax Officers Raid

ધાર પોલીસ અધિક્ષક મયંક અવસ્થીએ જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત ગંભીર છે અને તેને પૂર્વયોજિત લૂંટ માનવામાં આવી રહી છે. તપાસ ઝડપી બનાવવા માટે સાયબર સેલની એક ખાસ ટીમ બાગ રવાના કરવામાં આવી છે. SPના જણાવ્યા અનુસાર, જિલ્લાભરના તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને નજીકના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને વિશ્વાસ છે કે, આ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ ટૂંક સમયમાં થઈ જશે.

હાલમાં, પોલીસ આને સારી રીતો યોજના બનાવીને કરવામાં આવેલી લૂંટ ગણાવી રહી છે. ગુનેગારોએ જે પ્રકારે સરકારી અધિકારી ગણાવ્યા અને ઘરમાં ઘૂસ્યા, તેનાથી સ્પષ્ટ છે કે તેમણે અગાઉથી તૈયારીઓ કરી રાખી હતી. પોલીસ ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, અને અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે.

error: Content is protected !!