
સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું કે ડુંગળી અને લસણમાં તામસિક કે નકારાત્મક ઊર્જા હોય છે કે નહીં તે માટે સંશોધનની માગ કરવામાં આવી હતી.
તેના પર સોમવારે સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે એડવોકેટ સચિન ગુપ્તાને ઠપકો આપ્યો. CJIએ પૂછ્યું- અડધી રાત્રે આ બધી અરજીઓ ડ્રાફ્ટ કરો છો કે શું?
CJI અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે વકીલની પાંચેય PILને અસ્પષ્ટ, ફાલતુ અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી. અરજદારે જવાબ આપ્યો કે આ એક સામાન્ય મુદ્દો છે અને દાવો કર્યો કે ગુજરાતમાં ભોજનમાં ડુંગળીના ઉપયોગને લઈને કથિત રીતે એક છૂટાછેડા થયા હતા. સુપ્રીમ કોર્ટે ગુપ્તાની તમામ 5 અરજીઓ ફગાવી દીધી હતી.
