fbpx

પ્રાંતિજ બસડેપો નું પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ

Spread the love

પ્રાંતિજ બસડેપો નું પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ
– મુખ્ય મંત્રીના હસ્તે ઈ લોકાર્પણ બાદ ધારાસભ્ય ના હસ્તે વિધિવત લોકાર્પણ
– એસટીવિભાગ અધિકારી સહિત પાલિકા પ્રમુખ કોર્પોરેટરો નગરજનો ઉપસ્થિત રહ્યા
– ધારાસભ્ય ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી બસ રવાના કરાવી
– ડેપો કાર્યરત થતા નવીન બસો સહિત વોલ્વોબસ , સ્લીપર બસ સહિત ની સેવાઓ મળી રહશે
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એસટી બસડેપોનુ મુખ્ય મંત્રી ના હસ્તે ઈ લોકાર્પણ બાદ પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ના હસ્તે વિધિવત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો તો ધારાસભ્ય એ મુખ્ય મંત્રી સહિત નો આભાર માન્યો


     પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકો જેની વર્ષોથી રાહ જોતા હતા એ એસટી બસ ડેપોનુ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ ના વરદ હસ્તે ઈ લોકાર્પણ બાદ જેને ખરેખર રસ લીધો છે એવા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના હસ્તે આજે પ્રાંતિજ એસટીબસ ડેપો નુ વિધિવત લોકાર્પણ કરવામા આવ્યુ હતુ અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રાંતિજ ડેપો માંથી બસ ને કાર્યરત કરી હતી તો કરોડો રૂપિયા ના ખર્ચે બનેલ અધ્યતન આધુનિક સુવિધાઓ યુક્ત બસ ડેપો ને લઈ ને પ્રાંતિજ તથા તાલુકાના લોકોમા આનંદ વ્યાપ્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે બસ ડેપો કાર્યરત થતા રોજની ૧૦૦ જેટલી બસો ડેપો મા અવરજવર કરશે જેમા એસટીબસ સહિત વોલ્વોબસ , સ્લીપર બસ સહિત ની સુવિધા યુક્ત બસો ની સેવાઓ ઉપલબ્ધ થશે

તો પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , વિભાગીય નિયામક કે.સી.બ્રહ્મભટ્ટ , ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ રાઠોડ , માર્કેટ યાર્ડ ના ચેરમેન રાજુભાઇ પટેલ ,  ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , ભાજપ તાલુકા મંત્રી યશવંતભાઈ પટેલ , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા ,નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન પટેલ , નિકુંજભાઇ રામી , રસિદભાઇ સુમરા , મહેશભાઇ મકવાણા , દર્શિલભાઇ દેસાઇ , વિપુલભાઈ ભોઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા તો સંજય ભાઇ પટેલ , મુકેશભાઈ સથવારા , મનોજભાઇ મોદી  , જયોતિકા બેન સોલંકી સહિત ગ્રામજનો એસટી વિભાગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!