પ્રાંતિજ ના મજરામાં મોબાઈલ નંબર આપવા બાબતે ઝઘડો થતાં એક વિરૂધ્ધ ફરીયાદ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ મજરા ગામે ત્રણ દિવસ અગાઉ બે મહિલાઓ અનાજ દળવાની ઘંટીએ જતા હતા ત્યારે એકબીજા સાથે મોબાઈલ નંબર લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ ગામના એક રહીશે ધમકી આપી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વલાસણા ગામના મહેશ ધનજીભાઈ મકવાણાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧ર માર્ચના રોજ હંસાબેન અને સંજનાબેન અનાજ દળવાની ઘંટી પર થતા હતા ત્યારે હંસાબેને સંજનાનો મોબાઈલ નંબર માંગ્યો હતો અને કહયું હતું કે મારે તેની સાથે વાત કરવી છે પરંતુ હંસાબેને મોબાઈલ નંબર આપવાની ના પાડતાં નિલેશ ઉર્ફે ટીમ્પુભાઈ શનાજી રાઠોડે જોયા જેવી થશે તેવી ધમકી આપી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી મહેશ મકવાણાએ રવિવારે નિલેશ રાઠોડ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
