પ્રાંતિજ ના રસુલપુર પાસેના હાઈવે સ્થિત ઓવરબ્રિજની સાંસદે મુલાકાત લીધી
– એજન્સીના અધિકારીઓ સાથે ચર્ચા કરી કામનું નિરીક્ષણ કર્યું



સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર-પ્રાંતિજ વચ્ચે નેશનલ હાઈવે ૪૮ પર આવેલ પ્રાંતિજ ના રસુલપુર નજીક સ્થાનિકોની માંગણીને ધ્યાનમાં રાખીને થોડાક સમય અગાઉ સાબરકાંઠા-અરવલ્લીના સાંસદે હાઈવે ઓર્થોરીટી સમક્ષ રજુઆત કરીને ઓવરબ્રિજ બનાવવા માટે કરાયેલી માંગણીને ધ્યાનમાં રાખીને હાઈવે ઓર્થોરીટીએ ઓવરબ્રિજનું કામ ધમધોકાર શરૂ કર્યું છે ત્યારે તાજેતરમાં આ મહિલા સાંસદે ઓવરબ્રિજના કામનું નિરીક્ષણ કરીને જરૂરી સલાહ સુચન આપ્યા હતા
આ અંગેની વિગત એવી છે કે રસુલપુર પાસે અગાઉ ઓવરબ્રિજ ન હોવાને કારણે આસપાસના વિસ્તારના ખેડુતો અને વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક નાગરિકોને વાહન લઈ અવર જવર કરવા માટે સલાલ અથવા તો પિલુદ્રા બાગ પાસેના ઓવરબ્રિજ નીચેથી પસાર થવું પડતું હતું જે અંગે સ્થાનિકોએ તથા તાલુકાના અગ્રણીઓએ રસુલપુર પાસે ઓવરબ્રિજ બનાવવા માટે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સમક્ષ લેખિત અને મૌખિક રજુઆતો કરી હતી ત્યારબાદ આ મહિલા સાંસદે હાઈવે ઓર્થોરીટીમાં તથા કેન્દ્રીય પરીવહન મંત્રી નિતિન ગડકરી સમક્ષ કરેલી રજુઆત બાદ રસુલપુર પાસે ઓવરબ્રિજનું કામ મંજુર થયું હતું ત્યારબાદ ઝડપથી ટેન્ડરીંગ કર્યા બાદ ઓવરબ્રિજનું કામ અડધાથી વધુ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે સાંસદે તાજેતરમાં સ્થળ મુલાકાત લીધી હતી. જે પ્રસંગે ગામના સ્થાનિક આગેવાનો તથા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા
જીલ રાવલ સાબરકાંઠા
