fbpx

પરિવારને ખુશ કરવા માટે પહેરી વર્દી, નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ

Spread the love

પરિવારને ખુશ કરવા માટે પહેરી વર્દી, નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ

પ્રયાગરાજમાં એક નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ GRP પોલીસ સ્ટેશનની પોલીસે કરી છે. આરોપી ઘણા દિવસોથી ટ્રેનોમાં મફત મુસાફરી કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેના પરિવારજનો તેને નોકરી શોધવા માટે પરેશાન કરી રહ્યા હતા; એવામાં તે નકલી RPF સબ-ઇન્સ્પેક્ટર બની ગયો કારણ કે તેનાથી તેની મફતમાં ટ્રેનોમાં મુસાફરી થઇ જતી હતી.

Fake RPF

નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ઓળખ 22 વર્ષીય દિવ્યાંશુ કુમાર તરીકે થઈ છે, જેની પ્રયાગરાજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેના પર પરિવારજનો નોકરી માટે દબાણ કરી રહ્યા હતા અને નોકરી ન મળવાને કારણે મફતમાં ટ્રેનોમાં આવવા જવા માટે અને તેના પરિવારના સભ્યોને ખુશ કરવા માટે આ યુક્તિ અપનાવી હતી.

Fake RPF

દિવ્યાંશુ ગાઝીપુર જિલ્લાના બરેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેંગા ગામનો રહેવાસી છે. અધિકારીઓએ આરોપી પાસેથી પહેરેલી વર્દી, તેના પર લાગેલા સ્ટાર્સ, બેજ, મોનોગ્રામ, બેલ્ટ, વાદળી દોરી, લાલ રંગના જૂતા અને ખાખી મોજા જપ્ત કર્યા છે. આરોપીની તપાસમાં 650 રૂપિયા રોકડા, એક આધાર કાર્ડ અને એક ATM કાર્ડ પણ મળી આવ્યો હતો. હાલમાં ધરપકડ કરાયેલા આરોપી સામે GRP દ્વારા વધુ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

Fake RPF

આ ધરપકડ RPF ઈન્સ્પેક્ટર અકલેશ કુમાર સિંહ અને સબ-ઈન્સ્પેક્ટર ભૂપેન્દ્ર કુમારની આગેવાની હેઠળ RPF કર્મચારીઓ અને GRPની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી. આરોપી લગભગ 3 મહિનાથી ટિકિટ વિના અને વર્દી પહેરીને ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ શંકા જતા જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે બધું કબૂલી લીધું. આરોપીઓ સામે પ્રયાગરાજના GRP પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

error: Content is protected !!