પ્રાંતિજ બહુચર્ચિત સ્વદેશી મેળા નો મંડપ ઉડયો
– રાત્રી દરમ્યાન વાતાવરણ મા પલ્ટો આવતા તેજ પવન ફુકાયો
– એકજ મંડપ નીચે ત્રણ પ્રોગ્રામ થયા
– કોન્ટ્રાક્ટર ને બોજો પ્રોગ્રામ મલશે તેવી આશાએ મંડપ બાંધેલ રાખ્યો હતો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નગરપાલિકા નો સ્વદેશી મેળા નો બાંધેલ મંડપ ઉડયો પ્રોગ્રામ પ્રત્યાબાદ પણ મંડપ ખુલ્યો નહતો તો એકજ મંડપ મા ત્રણ પ્રોગ્રામ થયા




સાબરકાંઠા જિલ્લા સહિત અનેક જીલ્લાઓમા રાત્રી દરમ્યાન વાતાવરણ મા પલ્ટો આવ્યો હતો અને તેજ પવન ફુકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી તો પ્રાંતિજ નગરપાલિકા દ્રારા સ્વદેશી મેળા માટે બનાવેલ મંડપ પણ સાત દિવસ નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ મંડપ ના ખુલતા બુધવાર ની મોડી રાત્રે પવન ફુકાતા મીની વાવાઝોડા મા મંડપ ઉડયો હતો તો મંડપ મા રહેલ ખુરશીઓ પણ ટુટી ગઈ હતી
તો સાત દિવસ ના સ્વદેશી મેળા બાદ આજ મંડપ મા સેવાસેતુ કાર્યક્રમ તથા વિકાસ ના કાર્યો નુ લોકાપણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ સહિત ના કાર્યક્રમ યોજાયો અને સાત દિવસ ના સ્વદેશી મેળો સહિત ના ત્રણ પ્રોગ્રામ પછી પણ કોન્ટ્રાક્ટર ને કોઇ બીજો પ્રોગ્રામ મલવાની આશાએ મંડપ બાંધેલ રાખેલ હોય તેવી ચર્ચાઓએ જોર પકડયુ તો પ્રાંતિજ પાલિકા દ્રારા એકજ મંડપ નીચે ત્રણ પ્રોગ્રામ કર્યા ત્યારે હાલ તો તેજ પવન ફુકાતા પવન ને લઈ ને મંડપ ઉડયો હતો તો મંડપ મા રહેલ ખુરશીઓના પણ ટુકડા થઈ ગયા જયારે મંડપ માલિક દ્રારા નવે સરથી મંડપ બાધવા જેવી સ્થિતી થતા આખરે મંડપ ખોલી લેવાયો હતો
જીલ રાવલ સાબરકાંઠા
