પ્રાંતિજ ખાતે એકલિગજી દાદાનો પાટોત્સવ યોજાયો
– ભટ્ટ મેવાડા સમાજ ના ભાઇ-બહેનોએ દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી
– પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભટ્ટ મેવાડા સમાજ દ્રારા એકલિગજી દાદાનો પાટોત્સવ યોજાયો




પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમા આવેલ વૈધશેરી ખાતે રહેતા ભટ્ટ મેવાડા સમાજ દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષેપણ ચોકમા શ્રી એકલિગજી દાદાનો પાટોત્સવ યોજાયો હતો જેમા પ્રાંતિજ ખાતે રહેતા ભટ્ટ મેવાડા સમાજ ના બ્રાહ્મણો દ્રારા દર વર્ષની જેમ આ વર્ષેપણ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના ઈષ્ટ દેવ શ્રી એકલિગજી દાદા નો પાટોત્સવ ભટ્ટ મેવાડા સમાજ દ્રારા પૂજા સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજવામા આવે છે
તો આ પ્રસંગે સમાજ ના ભાઇ-બહેનો ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા દર્શન કરી, દાદાની આરતી ઉતારી પ્રસાદ લઇ ને ધન્યતા અનુભવી હતી તો બકુલભાઇ પંડયા , સુનિલભાઈ પંડયા , ભાવેશભાઈ પંડયા , રાકેશભાઇ પંડયા , ર્ડા.દિપકભાઇ પંડયા સહિત વ્યવસ્થાપક કમિટિ દ્રારા દરવર્ષ ની જેમ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
