પ્રાંતિજ નેશનલ હાઇવે ૪૮ ઉપર કારની ટક્કર થી રોડ ક્રોસ કરતા ઇસમ નુ મોત
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી હતી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર રોડ કોસ કરતા ઇસમ ને કાર ચાલકે અડફેટે લેતા માથાના ભાગે તથા શરીરે ઇજાઓ પોહચતા ઇસમ નુ મોત નિપજયુ હતુ

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ગોકુલપાર્ક સોસાયટી આગળ હ્યુન્ડાઇ વેન્યુ કાર નંબર-GJ01 -5579 નો ચાલક પોતાના કબજાની કાર પૂરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી લઈ આવી રોડ કોસ કરતા મંગળસિંહ ઝાલમસિંહ ઝાલા ને ટક્કર મારતા માથાના ભાગે તથા શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચાડી મોત નિપજાવતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા જીતેન્દ્રસિંહ વિરાજી ચૌહાણ રહે.બાલીસણા જુના ચામુડાવાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી હતી
જીલ રાવલ સાબરકાંઠા
