fbpx

પ્રાંતિજ  પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા લાઇનો લાગી

Spread the love

પ્રાંતિજ  પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા લાઇનો લાગી
– પેટ્રોલ નહી મળે તેવી આશાએ લોકો લાઇનમા ઉભા રહીને પેટ્રોલ ભરાવવા મજબુર
– પ્રાંતિજ ના પેટ્રોલ પંપો ઉપર લાઇનો જોવા મળી
– અફવાઓ અને પેટ્રોલ નહી મળવા વચ્ચે પેટ્રોલપંપ ઉપર લાઇનો લાગી
– પેટ્રોલ ભરાવવા લોકો ની લાઇન પેટ્રોલ પંપ બહાર પોહચી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આજે પેટ્રોલપંપો પર અચાનક લાંબી લાઇનો જોવા મળી હતી પેટ્રોલ નહી મળે તેવી અફવાઓ વચ્ચે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા માટે પંપ પર પહોંચી ગયા હતા


પ્રાંતિજ મા અફવાઓ વચ્ચે  તમામ પેટ્રોલપંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, અને ઘણા લોકો જરૂરીયાત કરતાં વધુ પેટ્રોલ ભરાવવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા. કેટલાક પેટ્રોલપંપો પર તો લાઇન પંપની બહાર રોડ સુધી પહોંચતી જોવા મળી હતી,

જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ હતી.પેટ્રોલની અછત અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન હોવા છતાં ફેલાતી અફવાઓએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. હાલ પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.આથી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવે

પ્રાંતિજ મામલતદાર સંજય ભાઇ દેસાઇ નુ શુ કહેવુ છે
પ્રાંતિજ મામલતદાર સંજય ભાઇ દેસાઇ નો ટેલીફોનીક સંપર્ક કરતા તેવોએ જણાવ્યુ કે હાલ તો પ્રાંતિજ સહિત તાલુકામા આવેલ તમામે-તમામ પેટ્રોલ પંપ ઉપર એવી કોઇ તકલીફ નથી અને બધા ડીલરો જોડે પણ વાત થઈ કાઇ એવો પ્રશ્ન નથી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!