નડિયાદથી અંબાજી ૨૦૩૬ ઓલિમ્પિકના લક્ષ્ય સાથે ૨૮ ભૂલકાઓ સ્કેટિંગ દ્વારા શક્તિપીઠના દ્વારે
– નડિયાદ ના સંતરામ મંદિર થી સ્કેટિંગ દ્રારા અંબાજી જતા વિધાર્થીઓ પ્રાંતિજ ખાતે પોહચ્યા
– પાંચ વર્ષ થી ૧૭ વર્ષ ના બાળકો સાથે પરિવાર લોકો વાહનો સાથે જોડાયા
– ૨૦૩૬ ઓલિમ્પિક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ
– ચૈત્રી નવરાત્રિ ના પવિત્ર દિવસોમાં ભગવાન પ્રત્યે આસ્થા વ્યક્ત કરવાની આ એક નવીન શૈલી
– ૧૮ તારીખ પરીક્ષા બાળકોને પુરી થતા બાળકો ટીવી-મોબાઈલ જોએ એના કરતા યાત્રાનુ આયોજન
– વાલીઓ, પોલીસ વિભાગ અને સાસંદ દ્રારા સમર્થન મળી રહ્યુ છે
– ૨૮ વિધાર્થીઓ ત્રણ કોચ સાથે સ્કેટિંગ યાત્રાએ નિકળ્યા
– ૨૦ તારીખે સવારે સંતરામ મંદિર થી નિકળ્યા હતા
– ૨૨ તારીખ બપોરે સુધી મા સાબરકાંઠા ના પ્રાંતિજ પોહચ્યા હતા
– ૨૪ મી સાંજ સુધીમા અંબાજી સ્કેટિંગ યાત્રા અંબાજી પોહશે






ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં શ્રદ્ધા અને સાહસનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરથી સ્કેટિંગ દ્વારા અંબાજીની પદયાત્રાએ નીકળેલા ૨૮ વિદ્યાર્થીઓનું સંઘ આજે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યું હતું આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ૨૦૩૬ ઓલિમ્પિક માટે જનજાગૃતિ ફેલાવવાનો છે
સામાન્ય રીતે પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બાળકો ટીવી અને મોબાઇલમાં વ્યસ્ત થઈ જતા હોય છે પરંતુ ગત ૧૮ તારીખે પરીક્ષા પૂર્ણ થતાજ આ બાળકોએ ટેકનોલોજીના વળગણને છોડીને આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્યનો માર્ગ પસંદ કર્યો છે આ યાત્રામાં ૫ વર્ષથી લઈને ૧૭ વર્ષ સુધીના બાળકો જોડાયા છે જેઓ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહભેર સ્કેટિંગ કરી રહ્યા છે અને ૨૦મી તારીખે સવારે નડિયાદ સંતરામ મંદિરથી
૨૮ વિદ્યાર્થીઓ અને ૩ પ્રોફેશનલ કોચ મેહુલસોલંકી , પ્રકાશ રાવ , રવિ હાપાણે સાથે ૨૨ તારીખ બપોર સુધીમાં પ્રાંતિજ ખાતે આવી પોહચ્યા હતા અને ૨૪મીની સાંજ સુધીમાં શક્તિપીઠ અંબાજી પહોંચશે ત્યારે આ નવતર પ્રયોગને વાલીઓ તરફથી પણ ભારે પ્રતિસાદ મળ્યો છે બાળકોની સુરક્ષા માટે પરિવારના સભ્યો વાહનોના કાફલા સાથે જોડાયા છે માર્ગમાં પોલીસ વિભાગ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે તો સ્થાનિક સાંસદ દ્વારા પણ આ સાહસિક બાળકોને પ્રોત્સાહન અને સમર્થન મળી રહ્યું છે ત્યારે “ચૈત્રી નવરાત્રિમાં મા અંબા પ્રત્યે આસ્થા વ્યક્ત કરવાની આ એક નવીન શૈલી છે આનાથી બાળકોમાં શિસ્ત, સાહસ અને ઓલિમ્પિક પ્રત્યેની રુચિ વધશે
જીલ રાવલ સાબરકાંઠા
