fbpx

પ્રાંતિજના સોનાસણ ગામે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ

Spread the love

પ્રાંતિજના સોનાસણ ગામે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે ૨૪ માર્ચે ઉજવાતા વિશ્વ ટીબી દિવસ નિમિત્તે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગામના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ક્ષયરોગના દર્દીઓ તથા સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પંકજ કટારા, મેડિકલ ઓફિસર ડૉ. મંત્ર પટેલ સહિત સોનાસણ ગ્રામ પંચાયતના સરપંચ , તાલુકા હેલ્થ સુપરવાઈઝર, પી.એચ.સી. સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારીઓ, દાતાઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે ડૉ. પંકજ કટારાએ ક્ષયરોગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે દવાઓ સાથે પોષણયુક્ત આહાર પણ એટલો જ મહત્વપૂર્ણ છે નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દાતાઓ દ્વારા આપવામાં આવતી સહાય દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જે પ્રશંસાપાત્ર છે કાર્યક્રમના અંતે આયુષ્માન આરોગ્ય મંદિરના મનીષાબેન વાળંદ, પરિમલ પ્રજાપતિ અને કનુસિંહ ઝાલા દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!