fbpx

પ્રાંતિજમાં વોટ્સએપ વોઈસ મેસેજ મામલે મારામારી, સાત સામે ગુનો નોંધાયો

Spread the love

પ્રાંતિજમાં વોટ્સએપ વોઈસ મેસેજ મામલે મારામારી, સાત સામે ગુનો નોંધાયો
– ગાળો-બોલી-ગડદાપાટુ નો મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે સાત વિરૂધ્ધ ગુનોનોંધી તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વોટ્સએપ ગ્રુપમાં થયેલા વોઈસ મેસેજને લઈને પૂછપરછ કરતા મામલો ઉગ્ર બન્યો હતો આરોપીઓએ એકજૂથ થઈ ગાળો બોલી અને ગડદાપાટુથી મારામારી કરી, સાથે જ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હોવાનું સામે આવ્યું છે આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

પ્રાંતિજ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ભાગપુર ગામના કિરણસિંહ કાળુસિંહ રાઠોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં વોઈસ મેસેજ મુકાયો હતો. આ અંગે પ્રાંતિજના પીરાજી ડાહ્યાજી વણઝારાએ પૂછપરછ કરતાં આરોપીઓએ અદાવત રાખી એકજૂથ થઈ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો આરોપીઓએ પીરાજી પર ગાળો બોલી ગડદાપાટુથી મારામારી કરી હતી જેમાં કિરણસિંહ રાઠોડે હાથમાં પહેરેલી લોખંડની ફેટ (પંચ) વડે મોઢા અને પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી વચ્ચે પડનાર જુગનાથ ડાહ્યાજી વણઝારા અને દશરથભાઈ મગનજી વણઝારાને પણ માર મારી ધમકીઓ આપવામાં આવી હતી આ મામલે જુગનાથ ડાહ્યાજી વણઝારાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કિરણસિંહ કાળુસિંહ રાઠોડ, હરપાલસિંહ કિરણસિંહ રાઠોડ, સુમીતસિંહ કરશનસિંહ રાઠોડ, અંકિતસિંહ કરશનસિંહ રાઠોડ, હિતેષસિંહ રાઠોડ (તમામ ભાગપુર), પાર્થ (આરસોડિયા, તા. ઈડર) અને ઉમંગકુમાર બીપીનભાઈ પટેલ (સાંપડ, તા. પ્રાંતિજ) વિરુદ્ધ ગુનો નોંધાયો છે પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર દલજીભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

 ઇજાગ્રસ્ત
પીરાજી ડાહ્યાજી વણઝારા અને દશરથભાઈ મગનજી વણઝારા (બન્ને પ્રાંતિજ હાઇવે, વણઝારાવાસ)

આરોપીઓ
કિરણસિંહ કાળુસિંહ રાઠોડ, હરપાલસિંહ કિરણસિંહ રાઠોડ, સુમીતસિંહ કરશનસિંહ રાઠોડ, અંકિતસિંહ કરશનસિંહ રાઠોડ, હિતેષસિંહ રાઠોડ (તમામ ભાગપુર), પાર્થ (આરસોડિયા, તા. ઈડર), ઉમંગકુમાર બીપીનભાઈ પટેલ (સાંપડ, તા. પ્રાંતિજ)

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!