fbpx

પ્રાંતિજ ના કાલીપુરા-ધડી ચોકડી પાસે અકસ્માત સર્જી ઇકો ચાલક ફરાર

Spread the love

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

પ્રાંતિજ ના કાલીપુરા-ધડી ચોકડી પાસે અકસ્માત સર્જી ઇકો ચાલક ફરાર
– પ્રાંતિજ પોલીસે ગુનોનોધી તપાસ હાથધરી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં આવેલા કાલીપુરા-ધડી ચોકડી પાસે એક હિટ-એન્ડ-રનનો બનાવ સામે આવ્યો છે પુરઝડપે જતી એક ઇકો કારે વેગનર કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ ચાલક ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.


 પ્રાંતિજ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હિંમતનગરના રહેવાસી હાર્દિકકુમાર મૂળજીભાઈ પટેલ પોતાની મારૂતિ વેગનર કાર નંબર: GJ-06-DB-3085 લઈને પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન કાલીપુરા-ધડી ચોકડી પાસે એક ઇકો કાર નંબર: GJ-31-BA-7364 ના ચાલકે પોતાની ગાડી બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી લાવી વેગનર કારના ખાલી સાઈડના ભાગે જોરદાર ટક્કર મારી હતી તો અકસ્માત સર્જ્યા બાદ ઇકો કારનો ચાલક ઉભો રહેવાને બદલે પોતાની કાર લઈને ભાગી ગયો હતો આ અંગે વેગનર કારના માલિકે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી ફરાર ઇકો ચાલકને પકડવા માટે આગળની તપાસ તેજ કરી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!