fbpx

પ્રાંતિજ કિષ્ટલ પબ્લિક સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓએ મંચ ઝળહળાવ્યો

Spread the love

પ્રાંતિજ કિષ્ટલ પબ્લિક સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓએ મંચ ઝળહળાવ્યો

– સ્કુલ માં અભ્યાસ કરતાં બાળકો એ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગલીધો હતો
– વિદ્યાર્થીઓએઆવનાર મહેમાનો તથા વાલીઓના દિલ જીતી લીધાં


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલી કિષ્ટલ પબ્લિક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું  પ્રાંતિજ નેશનલ હાઇવે નંબર ૮ પર આવેલી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરી હાજર મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા


  પ્રાંતિજ કિષ્ટલ પબ્લીક સ્કુલ ખાતે સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જેમાં મહેન્દ્રભાઈ પટેલ, શકુબેન પટેલ,  સહિત સ્કૂલના પ્રિન્સિપાલ જીતેન્દ્રભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ ઉપેન્દ્રભાઈ પટેલ, અનુબેન પટેલ, નિકિતાબેન પટેલ, બીનાબેન પટેલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ડાન્સ, નાટક, ગીતો, દેશભક્તિ ગીતો, બોલીવૂડ સોંગ, રામાયણ આધારિત પ્રસ્તુતિ, તારક મહેતા થીમ ડાન્સ, મહિલા વર્લ્ડ કપ ઝાંખી અને કરાટે જેવા કાર્યક્રમો સામેલ રહ્યા હતા દરેક પ્રસ્તુતિએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાવિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને પ્રદર્શનને જોઈ મહેમાનો તથા વાલીઓએ ભરપૂર તાળીઓથી પ્રોત્સાહન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું કોરિયોગ્રાફી કલ્પેશભાઈ થાપા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે એન્કરિંગ પિયુષ પટેલ દ્વારા સુંદર રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું તો સ્કૂલના સ્ટાફ દ્વારા કરાયેલ સુવ્યવસ્થિત આયોજનને પણ મહેમાનો અને વાલીઓએ ખૂબ બિરદાવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા ઉજાગર થઈ અને શાળાનું ગૌરવ વધ્યુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!