
પાસપોર્ટ મેળવવા માટે જન્મનું પ્રમણપત્ર કેટલું મહત્ત્વ ધરાવે છે તેના એક સમાચાર સામે આવ્યા છે. રાજકોટની ડોલી વડાલિયા કેનેડામાં રહેતા તેના પતિને મળવા પાસપોર્ટ મેળવવા માટે 3 વર્ષથી સંઘર્ષ કરી રહી છે.
ડોલીનો જન્મ મોઝામ્બિકમાં ભારતીય મુળના પરિવારમાં થયો હતો. ત્યાં પૂરને કારણે વ઼ડાલિયા પરિવાર ભારત આવી ગયો હતો ત્યારે ડોલી માત્ર 18 મહિનાની હતી. એ પછી તેનો ઉછેર ભણતર બધું ભારતમાં થયું. 2023માં કેનેડામાં રહેતા NIRI યુવક સાથે ડોલીના લગ્ન થયા. હવે ડોલી પાસપોર્ટ માટે અરજી કરી રહી છે તો પાસપોર્ટ કચેરી બર્થ સર્ટિફેકિટ વગર પાસપોર્ટ ઇશ્યુ કરવાનો ઇન્કાર કરે છે.ડોલીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આગામી દિવસોમાં સુનાવણી થશે.
