fbpx

ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે ‘નો કિંગ્સ’નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

Spread the love

ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વિશ્વભરમાં જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પેટ્રોલ અને LPGની અછત વર્તાઈ રહી છે, તો કયારેક બીજી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઝડપી હુમલાઓના જવાબમાં ઈરાન દ્વારા ઈઝરાયલ અને ખાડી દેશોને નિશાન બનાવવાથી સંઘર્ષ વધુ ખતરનાક બન્યો છે. આ વૈશ્વિક તણાવ વચ્ચે, હવે અમેરિકામાં લોકોએ બળવો પોકાર્યો છે, લોકો સડક પર ઉતરી આવ્યા છે. શનિવારે, સમગ્ર અમેરિકામાં ‘નો કિંગ્સ’ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

US-No-Kings-Protests.jpg-2

આ વિરોધ પ્રદર્શનોએ અમેરિકામાં રાજકીય તણાવની ગરમી ખુબ વધી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે ‘નો કિંગ્સ’ વિરોધ પ્રદર્શનોએ વ્હાઇટ હાઉસ માટે ચિંતા વધારી છે. શનિવારે, 3,000થી વધુ US શહેરોમાં, તેમજ પડોશી કેનેડા અને મેક્સિકોમાં લાખો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ‘નો કિંગ્સ’ ગઠબંધનના બેનર હેઠળ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ સામે વિરોધ પ્રદર્શનોનો દોર અમેરિકાભરમાં ફાટી નીકળ્યો છે, જેનાથી ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ચિંતા વધી ગઈ છે.

‘નો કિંગ્સ’ રેલીઓનું આયોજન કરનારાઓ કહે છે કે, ટ્રમ્પનું શાસન લોકશાહી નેતા કરતાં ‘રાજા’ જેવું બની રહ્યું છે, જે દેશના લોકશાહી માટે ખતરો ઉભો કરી રહ્યું છે.

US-No-Kings-Protests.jpg-3

વોશિંગ્ટન D.C.માં લિંકન મેમોરિયલ ખાતે એકત્ર થયેલી ભીડના સભ્ય કેથરિન આર્નોલ્ડે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ પોતે પણ ડ્રાફ્ટ ડોજર રહ્યા એટલે કે, સેનાથી બચવાવાળા છે અને અમારા બાળકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર કરીના કાગને ઈરાન યુદ્ધને મૂર્ખ અને ઘમંડી યુદ્ધ ગણાવ્યું.

વર્મોન્ટ અને મિનેસોટા જેવા સ્થળોએ પ્રદર્શનકારીઓએ ઇમિગ્રેશન વિભાગના પગલાંને અમાનવીય બતાવી છે. યુનાઇટેડ સ્ટેટ્સના 71 વર્ષીય રહેવાસી મારિયો ડેલ ઓબાલ્ડિયાએ કહ્યું કે, તે દુ:ખદ છે કે લોકોને હંમેશા તેમની સાથે દસ્તાવેજો રાખીને બહાર નીકળવું પડે છે. આ અમેરિકન મૂલ્યોની વિરુદ્ધ છે.

US-No-Kings-Protests.jpg-4

બીજી બાજુ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા અબીગેઇલ જેક્સને આ વિરોધ પ્રદર્શનોને સ્પષ્ટપણે ફગાવી દીધા, તેમને ‘ટ્રમ્પ ડિરેન્જમેન્ટ થેરાપી સત્રો’ એટલે કે ‘ટ્રમ્પ વિરોધી માનસિકતા’ ગણાવી, ઉમેર્યું કે, આ રેલીઓમાં ફક્ત તે જ પત્રકારો રસ ધરાવે છે, જેમને તેમના થકી પૈસા મળે છે.

US-No-Kings-Protests.jpg-5

અમેરિકામાં આ પ્રદર્શનમાં યુવાનો અને વૃદ્ધો બંનેએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. થર્ડ એક્ટના સ્થાપક બિલ મેકકિબેને કહ્યું કે, આ અમેરિકન ઇતિહાસનો ખૂબ જ વિચિત્ર અને મુશ્કેલ સમય છે, જ્યાં લોકો વર્તમાન શાસનને ફાસીવાદની નજીક જુએ છે. વિરોધીઓ માને છે કે, ફક્ત મતદાન પૂરતું નથી; નાગરિક અધિકારોનું રક્ષણ કરવા માટે રસ્તાઓ પર ઉતરવું પણ જરૂરી છે.

US-No-Kings-Protests

અહીં તમારી માહિતી માટે જણાવી દઈએ કે, અમેરિકામાં આ ‘નો કિંગ્સ’ પ્રદર્શનોની ત્રીજી શ્રેણી છે. ગયા વર્ષે પણ બે મોટા પ્રદર્શનો થયા હતા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનો ફુગાવા, ઇંધણના ભાવ અને ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થા જેવી ગંભીર સમસ્યાઓ પણ કારણભૂત હતી.

error: Content is protected !!