fbpx

22 વર્ષના આ સુરતના છોકરાએ 47 કરોડનું ફ્રોડ કર્યું

Spread the love
22 વર્ષના આ સુરતના છોકરાએ 47 કરોડનું ફ્રોડ કર્યું

સુરત સાયબર ક્રાઇમ સેલને સાયબર ફ્રોડ પકડવામાં વધુ એક સફળતા મળી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા એક સાયબર ફ્રોડની મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી વૈભવ શિંદે નામના એક 22 વર્ષના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. જે  B.SC. પાસ થયેલો છે.

વૈભવ, હરિશ ચૌધરી,રૂષીકેશ ચૌધરીની ગેંગ ભોળા લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવે અને એ પછી ખાતીની કીટ અને સીમ કાર્ડ દુંબઇ મોકલી આપે. આ બધા ખાતામાં ઓનલાઇન ફ્રોડની કરોડોની રકમ ટ્રાન્સફર કરવામાં આવે. 35 ખાતામાં કુલ 47 કરોડ 74 લાખ જમા થઇ છે. ભાવેશ આ બધા ખાતમાં જે રકમ જમા થાય તેને અલગ અલગ લોકો ATMથી ઉપાડે એ બધી રકમ કલેકટ કરવાનું કામ વૈભવ કરતો હતો અને હરિશ ચૌધરીને પહોંચાડતો. હરિશ અને રૂષીકેશ ફરાર છે.

Leave a Reply

error: Content is protected !!