fbpx

ડગઆઉટમાં RR મેનેજરને ફોન વાપરતા હતા વૈભવ બાજુમાં હતો; લલિત મોદીનો સવાલ- ભ્રષ્ટાચાર વિરોધી એકમ ક્યાં હતી

Spread the love
ડગઆઉટમાં RR મેનેજરને ફોન વાપરતા હતા વૈભવ બાજુમાં હતો;  લલિત મોદીનો સવાલ- ભ્રષ્ટાચાર વિરોધી એકમ ક્યાં હતી

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL 2026ની 10મી મેચ પછી એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. રાજસ્થાન રોયલ્સ મેનેજર રોમી ભિંડરનો ડગઆઉટમાં મોબાઇલ ફોન વાપરતો એક વીડિયો વાયરલ થયો છે, જેને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.

હકીકતમાં, આ ઘટના RR વિરુદ્ધ RCB મેચની 11મી ઓવર દરમિયાન બની હોવાનું કહેવાય છે, જ્યાં મેનેજર ભિંડર ખેલાડીઓની નજીક બેઠેલા હતા અને પોતાના ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તે દરમિયાન યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ તેમની બાજુમાં બેઠો હતો.

Lalit-Modi2

ભૂતપૂર્વ IPL કમિશનર લલિત મોદીને આ સ્ક્રીન ગ્લેર બિલકુલ ગમ્યું ન હતું, અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા. વીડિયો શેર કરતા તેમણે લખ્યું, ‘આ બિલકુલ અસ્વીકાર્ય છે. ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર ક્યાં હતું?’

BCCIના PMOA (ખેલાડીઓ અને મેચ અધિકારીઓનો વિસ્તાર) પ્રોટોકોલ હેઠળ, ટીમ મેનેજર ફોન લઈ જઈ શકે છે, પરંતુ ડગઆઉટમાં તેનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. ડ્રેસિંગ રૂમમાં મર્યાદિત ઉપયોગની મંજૂરી છે, પરંતુ મેદાનની નજીક તેનો સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

Lalit-Modi2

IPL 2026 PMOA પ્રોટોકોલ દસ્તાવેજમાં જણાવાયું છે કે, ‘ટીમના અમુક સભ્યો સિવાય PMOAમાં મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સંચાર ઉપકરણોની મંજૂરી નથી. ટીમ મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં.’

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ટેડિયમમાં પહોંચ્યા પછી બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે તેમના મોબાઇલ ફોન અને સ્માર્ટવોચ બંધ કરવા પડતા હોય છે અને તેને ટીમના સુરક્ષા સંપર્ક અધિકારી (SLO)ને સાચવવા માટે સોંપવા પડતા હોય છે.

Lalit-Modi3

એવામાં જો આ વીડિયોને પુરાવા તરીકે ગણવામાં આવે છે, તો આ મામલો મેચ રેફરી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમ સુધી પહોંચી શકે છે. હાલમાં, ફ્રેન્ચાઇઝી અથવા લીગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ મુદ્દા પર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. હવે બધાની નજર IPL ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણય પર છે, જે સમગ્ર મામલાની તપાસ કર્યા પછી આગળનું પગલું નક્કી કરશે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!